Gujarat Rain News : રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે તો એવામાં હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલના રોજ કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જાણો હવામાન વિભાગે ક્યાં ક્યાં જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
આ જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 11 જાન્યુઆરીના રોજ દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, આણંદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. તારીખ 12 થી 16 જાન્યુઆરી સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી ખેડૂતની ચિંતામાં વધારો કર્યો છે.
પંચમહાલ જિલ્લામાં અનેક જગ્યા વરસાદી માહોલ
પંચમહાલ જિલ્લાના ઘોઘંતા તાલુકાના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપડા પડ્યા હતા. મોડી રાત્રે મૂળાની કાપડી, ગજાપુરા, કાંટુ સહિત દાહોદ જિલ્લાના છેવાડાના વાવ લવારીયા, કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં દોડધામ મચી હતી. ઘાસચારો ખુલ્લામાં હોવાથી ખેડૂતોએ ઢાંકવા કર્યો પ્રયાસ પરંતુ કેટલોક ઘાસચારો પલળી ગયો. ખેતરમાં તુવેર, કપાસના પાક અને સૂકા ઘાસચારામાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. મોડી રાત્રે અને વહેલી સવારે ભારે ઝાપટા સાથે કમોસમી વરસાદ બાદ હાલ પણ વાદળછાયું વરસાદી વાતાવરણ છવાયું છે.
ડાંગ-નવસારીમાં પણ વરસાદ
બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો. શિયાળામાં કમોસમી વરસાદને પગલે ઠંડીમાં વધારો થયો છે. નવસારીના બીલીમોરા શહેર અને ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT