Gujarat Rain: અંબાલાલ પટેલની 'ભારે' આગાહી, 17મી જુલાઈથી સાત દિવસ વરસાદ ભુક્કા બોલાવશે

Ambalal Patel Forecast: ગુજરાતમાં હજુ  સુધી ભલે ચોમાસાએ ખાસ જમાવટ કરી નથી, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે

Ambalal Patel Forecast

Ambalal Patel Forecast

follow google news

Ambalal Patel Forecast: ગુજરાતમાં હજુ  સુધી ભલે ચોમાસાએ ખાસ જમાવટ કરી નથી, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.  અંબાલાલના જણાવ્યા અનુસાર, 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17થી 24 જૂલાઈ ભારે વરસાદ રહેશે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. 

રાજ્યમાં 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ: અંબાલાલ પટેલ

અંબાલાલની આગાહી અનુસાર, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ચોમાસાની ઘટ પુરી કરશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર સહિત ભારે વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

આપણે રાજ્યના હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે, આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે અને એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની પધરામણી જોવા મળી શકે છે.

આવતીકાલે ક્યાં પડશે ભારે વરસાદ

આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ આપવામાં આવ્યું છે.  આ વિસ્તારમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.

24 કલાકમાં ગુજરાતના 77 તાલુકાઓમાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. 

    follow whatsapp