ANIMAL...! ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે મગર, રીંછ, સિંહ અને સાપ શહેર અને ઘરોમાં ઘુસ્યા

Gujarat Tak

28 Aug 2024 (अपडेटेड: Aug 28 2024 5:19 PM)

ગુજરાતમાં અવિરત વરસાદના કારણે રાજકોટ, વડોદરા, જામનગર જેવા શહેરોમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે વન્યજીવો, જળચરો અને જીવ-જંતુઓ પણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. જેમાં મગર, સાપ, ભાલૂ, સિંહ જોવા મળ્યા હતા. જેના વીડિયો અને ફોટો સામે આવ્યા છે.

Snakes, crocodiles, bears and lions in gujarat

સિંહ, મગર, રિંછ અને સાપના વીડિયો

follow google news

Animal in Gujarat : ગુજરાતમાં અવિરત વરસાદના કારણે રાજકોટ, વડોદરા, જામનગર જેવા શહેરોમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે વન્યજીવો, જળચરો અને જીવ-જંતુઓ પણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. જેમાં મગર, સાપ, ભાલૂ, સિંહ જોવા મળ્યા હતા. જેના વીડિયો અને ફોટો સામે આવ્યા છે.

વડોદરામાં શેરીઓ અને ગાર્ડનમાં દેખાયા મહાકાય મગર

તો વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ઘોડાપૂર આવતા મગરો પૂરના પાણી સાથે શહેરમાં આવ્યા હતા. શહેરના માંજલપુરમાં અલગ અલગ જગ્યાએ મગરો જોવા મળ્યા હતા. વારસીયા વિસ્તારમાં એક ગાર્ડનમાં મહાકાય મગરે દેખા દીધા હતા. જોકે રેસ્ક્યૂ ટીમે મગરનું રેસ્ક્યૂ કરીને વનવિભાગને સોંપ્યો હતો. તો વડોદરામાં રહેણાંક વિસ્તારમાં મગર જોવા મળ્યો હતો. જે શ્વાનનો શિકાર કરતો નજરે પડ્યો હતો.

આબૂરોડ શહેરમાં ભાલૂએ હડકંપ મચાવ્યો

અંબાજી નજીક આબુરોડ રેલવે સ્ટેશન પર ભાલૂ જોવા મળ્યો હતો. આબુરોડ શહેરના કેસરગંજ સ્થિત લોધાવાડામાં રાત્રે અંદાજિત અઢી વાગ્યા આસપાસ એક ઘરમાં ભાલૂના આવવાથી હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરાઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે લઈ ગઈ. લોકોએ હુરિયો બોલાવતા ભાલૂ કોલેજ ગ્રાઉન્ડ થઈને શહેર તરફ ભાગ્યો હતો. ત્યારબાદ સવારે પાર્કિંગ પાસે પહોંચેલા ભાલુને ટેક્સી ચાલકોએ નદી તરફ ભગાડ્યો હતો. હાલ, વન વિભાગની ટીમ ભાલૂને શોધી રહી છે. 

તાલાલા અને ખાંભાના ગામડાઓમાં સિંહના ધામા

તાલાલાનાં ધાવા ગામે બીજા દિવસે ફરીથી સિંહ પરિવારે પશુનું માંરણ કરી બીજબાની માણી હતી. તો આ અગાઉ ખાંભાના ધુંધવાણા ગામે સિંહના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રાત્રિના શિકારની શોધમાં ઘૂસેલો સિંહ એક બાળક પાછળ દોડે છે, જોકે સિંહની પાછળ સ્થાનિકોનુ ટોળું થયું હતું. જ્યારબાદ સિંહ ગામમાંથી ભાગ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સિવાય ઉનાના દરિયાકિનારે સિંહ ફરવા નીકળ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.

અમદાવાદના એક ઘરમાં જોવા મળ્યો સાપ

વરસાદના કારણે સાપ જેવા ઝેરી જીવડા જમીનમાંથી બહાર આવતા હોય છે. ત્યારે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા એક ઘરના રસોડામાં સાપ જોવા મળ્યો હતો. જ્યારબાદ રેસ્ક્યૂ ટીમે સાપનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ ઘરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભરૂચના ઝઘડીયામાં પણ મગર નજરે પડતા હડકંપ

ભરૂચ જીલ્લાના ઝઘડીયા નગરના બળિયાદેવ બાપજી મંદિર નજીક ખાડી નજીક મગર નજરે પડતાં સ્થાનિકોમાં ભયનો ફેલાયો હતો. નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતા નદીમાં રહેતા મગરો ખાડીઓ અને નાળા-તળાવોમાં આવી જાય છે, અને તે રહેણાંક વિસ્તારોમાં જોવા મળે છે, ત્યારે ઝઘડીયાના બળીયા બાપજી મંદિર નજીક ખાડીમાં મગર નજરે પડ્યો હતો, જેને લઇ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જે બાદ સમાજિક કાર્યકર મિતેષ પઢીયાર દ્વારા મગર અંગે ઝઘડીયા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઝઘડીયા વન વિભાગ દ્વારા મગરને ઝડપી પાડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.

    follow whatsapp