બાબા બાગેશ્વરને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાયું કોંગ્રેસે કહ્યું ચૂંટણી જીતવા ”બાબા” ને મેદાને ઉતાર્યા

અમદાવાદ: લોકોના મનની વાત જાણવાનો દાવો કરનાર બાબા બાગેશ્વર ગુજરાતમાં ત્રણ દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન બાબાના દરબાર પહેલા રાજકોટ, સુરત અને…

gujarattak
follow google news

અમદાવાદ: લોકોના મનની વાત જાણવાનો દાવો કરનાર બાબા બાગેશ્વર ગુજરાતમાં ત્રણ દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન બાબાના દરબાર પહેલા રાજકોટ, સુરત અને અમદાવાદથી વિવાદ સર્જાયો હતો. હવે બાબાના દરબારને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે, મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડેલ ભાજપા ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત “”બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ થઈ રહ્યાં છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે , 2014ની લોકસભા ચૂંટણી પહેલા અન્ન હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો કરીને દેશમાં ભાજપાએ સત્તા મેળવી.2019માં લોકસભાની ચૂંટણી પહેલા બાબા રામદેવ, શ્રીશ્રી રવિશંકર સહિતના બાબાઓના માધ્યમથી ભાજપા એ સત્તા મેળવી.

લોકસભા 2014 અને 2019 પછી 10 વર્ષના સત્તામાં રહેનાર ભાજપાએ જનતાને જે જે વચનો આપ્યા હતા તે આજે જવાબ ન હોવાથી ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે “બાબા” ઓ “દિવ્યદરબાર” આયોજન થઈ રહ્યા છે. “બાબા” ની સભાના આયોજક માં સુરત ખાતે ભાજપાના ધારાસભ્ય છે. રાજકોટ અને અમદાવાદમાં આયોજકના કોની સાથે સંબંધ છે. તે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં “બાબા” ના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસ નો વિષય છે.

પૂછ્યા સવાલો

    follow whatsapp