ફ્રાન્સના ‘Dunki Flight’ કેસમાં ગુજરાત પોલીસની એન્ટ્રી, એજન્ટોને શોધવા માટે બનાવાઈ 4 ટીમો

France plane detention case: ફ્રાન્સમાં ચાર દિવસ સુધી ફસાઈ રહ્યા બાદ ભારતીય મુસાફરો સાથે પ્લેન મુંબઈ પહોંચ્યું છે. જેમાં 276 મુસાફરો પરત ફર્યા છે. નિકારાગુઆ…

gujarattak
follow google news

France plane detention case: ફ્રાન્સમાં ચાર દિવસ સુધી ફસાઈ રહ્યા બાદ ભારતીય મુસાફરો સાથે પ્લેન મુંબઈ પહોંચ્યું છે. જેમાં 276 મુસાફરો પરત ફર્યા છે. નિકારાગુઆ જઈ રહેલા રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સના આ પ્લેનને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યું હતું. આરોપ હતો કે ફ્લાઇટ એરબસ A340માં માનવ તસ્કરી કરવામાં આવી રહી છે. ખરેખર, નિકારાગુઆ જતી ફ્લાઈટ થોડા સમય માટે વેટ્રી એરપોર્ટ પર રોકાઈ ગઈ હતી, ત્યારબાદ 25 પેસેન્જર્સે ફ્લાઈટમાં ચઢવાની ના પાડી દીધી હતી. આ પેસેન્જર્સે ફ્રાન્સ પાસેથી આશ્રય માંગ્યો હતો. આ 25 લોકો હજુ પણ ફ્રાન્સમાં છે. હવે આ કેસમાં ગુજરાત પોલીસની એન્ટ્રી થઈ ગઈ છે.

ગુજરાત પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

ફ્લાઈટમાં સવાર મોટાભાગના મુસાફરો ગુજરાતના હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે બાદ હવે ગુજરાત પોલીસ મુસાફરોની પૂછપરછ કરવાનું વિચારી રહી છે. પોલીસે લોકોને ખોટા સપના બતાવીને વિદેશ મોકલતી ગેંગના એજન્ટો અને તેમના નેટવર્કને શોધી કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ માટે ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો ફ્લાઈટમાં પરત આવેલા મુસાફરોની પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે આ ફ્લાઈટને ડંકી ફ્લાઈટ પણ કહેવામાં આવી રહી છે, કારણ કે ડોક્યુમેન્ટ વગર યુરોપિયન દેશો અને અમેરિકામાં ઘુસણખોરી કરી રહેલા લોકોને ડંગી કહેવામાં આવે છે.

પીડિતોની પૂછપરછ કરશે CIDની 4 ટીમે

CID ક્રાઈમની ટીમે એવા લોકોની શોધ શરૂ કરી છે જેમણે ફ્લાઈટમાં સવાર મુસાફરોને અમેરિકા અને અન્ય દેશોમાં (ગેરકાયદેસર રીતે) મોકલવાના વાયદા આપ્યા હતા. CID (ક્રાઈમ)ના પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું કે, આ કેસની તપાસ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો પીડિતોને પૂછપરછ કરશે કે તેમને કેવા વાયદા આપવામાં આવ્યા હતા.

આ જિલ્લામાંથી છે મુસાફરો

સંજય ખરાતે જણાવ્યું કે, ફ્લાઇટમાં સવાર મોટાભાગના મુસાફરો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જિલ્લામાંથી હતા. જ્યારે આ મુસાફરો મુંબઈથી ગુજરાત પહોંચશે ત્યારે પોલીસ તેમની પૂછપરછ કરશે.

અલગ-અલગ એંગલોની તપાસ કરશે ગુજરાત પોલીસ

પોલીસ અધિક્ષક સંજય ખરાતે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મુસાફરોને અમેરિકા અને અન્ય દેશોમાં જવા માટે આપવામાં આવેલા ડોક્યુમેન્ટ અસલી હતા કે નકલી. આ રીતે કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા છે અને આ કબુતરબાજીમાં કેટલા લોકો સામેલ છે.

અલગ-અલગ એજન્ટો સાથે મળીને કરે છે કામ

ખરાતે કહ્યું કે ગેરકાયદેસર ઘૂસણખોરીમાં સામેલ અલગ-અલગ એજન્ટો સાથે મળીને કામ કરે છે. ગ્રામ્ય અને જિલ્લા સ્તરે કામ કરતા એજન્ટોને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા કિંગપિન કંટ્રોલ કરે છે.

4 દિવસ સુધી મુસાફરોની પૂછપરછ કરાઈ

5 દિવસ પહેલા આ વિમાન 303 ભારતીયોને લઈને દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું અને વેટ્રી એરપોર્ટ પર ઈંધણ લેવા માટે ઉતર્યું હતું. આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને સૂચના મળી હતી કે આ વિમાનમાં માનવ તસ્કરીના પીડિતોને લઈ જવામાં આવી રહ્યા છે. જે બાદ આ વિમાનને અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્રાન્સના અધિકારીઓએ 4 દિવસ સુધી મુસાફરોની પૂછપરછ કરી હતી. 303 મુસાફરોમાંથી 25 મુસાફરોએ ફ્રાન્સમાં આશ્રય માંગ્યો છે, જ્યારે બે મુસાફરોને ફ્રાન્સના અધિકારીઓએ દેશ છોડવાની મંજૂરી આપી નથી. તેમની સામે ફ્રાન્સના કાયદા હેઠળ કેસ ચાલશે.

276 મુસાફરો સાથે પરત ફર્યું પ્લેન

વાસ્તવમાં 21 ડિસેમ્બરે રોમાનિયન પ્લેનમાં સવાર થઈને 303 મુસાફરો દુબઈથી નિકારાગુઆ (Nicaragua) માટે રવાના થયા હતા. પરંતુ હ્યુમન ટ્રેફિકિંગ (human trafficking)ની આશંકામાં પેરીસથી 150 કિલોમીટર પહેલા વૈટ્રી એરપોર્ટ પર તેને રોકી દેવામાં આવ્યું હતું. ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે વિમાને મુંબઈ માટે ઉડાન ભરી હતી, ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા.

    follow whatsapp