અમદાવાદઃ ગુજરાત પોલીસના પગારનો મુદ્દો ઘણા લાંબા સમયથી ચાલતો આવતો અને સળગતો મુદ્દો રહ્યો છે. ખાસ કરીને હાલમાં જ ચૂંટણી સમયે ફિક્સ પગારથી લઈને એલઆરડી સહિતના આંદોલનો ગુજરાત સરકાર માટે ચિંતાનો વિષય બન્યા હતા ત્યારે પણ આ મામલાને લઈને વચલો રસ્તો કાઢીને પગાર વધારવાની સરાકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાનમાં હાલમાં ગુજરાત એટીએસ અને ક્રાઈ બ્રાન્ચ દ્વારા પણ ડ્રગ્સથી લઈને ગેંગસ્ટર્સ, હથિયારો, આતંકવાદીઓના નેટવર્કને તોડવા માટે સતત કામગીરીઓ થઈ રહી હોઈ તેમની સુરક્ષાને પણ ધ્યાને લઈને સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જોકે આ એલાઉન્સ અત્યાર સુધી સીએમ સિક્યુરિટી અને ચેતક કમાન્ડોને મળતું હતું. જે હવે ગુજરાત પોલીસને પણ મળશે. તેઓને છઠ્ઠા પગાર પંચના ગ્રેડ પે, પે બેન્ડ સહિતના પગારના 45 ટકા મળશે. . હવે આ એલાઉન્સ ગુજરાત એટીએ, ક્રાઈમ બ્રાન્ચ, સહિત રિસ્ક સાથે સતત કામ કરતા પોલીસ કર્મચારીઓને મળશે. જોકે એવું નથી કે પોલીસની આ જ એજન્સીઓ રિસ્ક સાથે કામ કરે છે, ગુજરાત પોલીસમાં એવા ઘણા પદો પર રહેલા નાના કર્મચારીઓથી લઈને અધિકારીઓ પણ રિસ્ક સાથે કામ કરી રહ્યા છે, પણ હાલ આટલા પુરતું સરકારે એલાઉન્સ જાહેર કર્યું છે. જે પોલીસને એક ફાઈનાન્સીયલ સપોર્ટ સાબિત થાય તેમ છે.
શું કહ્યું ગૃહ રાજ્યમંત્રીએ…
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ મામલામાં સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને તે આભાર વ્યક્ત કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મુકી છે. તેમણે આ પોસ્ટમાં લખ્યું છે કે, જે નાગરિકો અને રાજ્યના રક્ષણ માટે મોટામાં મોટું જોખમ લઈને પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સામે દિવસ – રાત જોયા વિના લડીને પોતાની ફરજનિષ્ઠા દાખવવા તૈયાર હોય છે, તેવા ATS ના પોલીસ અધિકારીઓ – કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના ૪૫% જેટલું હાઈરિસ્ક એલાઉન્સ આપવામાં આવશે. ATS ના પોલીસ કર્મીઓના હિત માટે કલ્યાણકારી નિર્ણય લેવા બદલ માનનીય મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેમની સજ્જતા નાગરિકોને સુરક્ષાની અનુભૂતિ કરાવે છે તેવા નિષ્ઠાવાન પોલીસ કર્મીઓની દરકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
ADVERTISEMENT