Big Breaking: ખાખી તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની અપડેટ, PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા આ રીતે લેવામાં આવશે

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવાર માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે.

અરજી કયારથી શરૂ થશે અને કેવી રીતે કરવી?

Police Recruitment 2024

follow google news

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવાર માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે.ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ તા.04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

12000થી વધુ જગ્યા પર પોલીસની બમ્પર ભરતી 

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, SRP ની 1000 પોસ્ટ જેલ સિપાહીની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000થી વધુ જગ્યાઓ પર પોલીસની ભરતી થશે. PSI ની 350 નહિ પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. 

આ પણ વાંચો:- ઉમેદવારો આનંદો! PSI અને LRDની 12472 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, જાણો ક્યાંથી કરી શકાશે અરજી

અરજી કયારથી શરૂ થશે અને કેવી રીતે કરવી?

    follow whatsapp