Gujarat Police Recruitment 2024: રાજ્યમાં પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT


12000થી વધુ જગ્યા પર પોલીસની બમ્પર ભરતી
પોલીસની તૈયારી કરતા ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો છે. પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, SRP ની 1000 પોસ્ટ જેલ સિપાહીની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000થી વધુ જગ્યાઓ પર પોલીસની ભરતી થશે. PSI ની 350 નહિ પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. આ અંગે પોલીસ ભરતી બોર્ડ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દીધું છે.
ADVERTISEMENT
