police recruitment 2024: રાજ્યમાં પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. આગામી દિવસોમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
12000 જગ્યા પર પોલીસની બમ્પર ભરતી
પોલીસની તૈયારી કરતા ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો છે. પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, SRP ની 1000 પોસ્ટ જેલ સિપાહીની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000 પોલીસની ભરતી થશે. PSI ની 350 નહિ પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. આ અંગે ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી વિધિવત રીતે જાહેર કરી શકે છે.
PSI ની ભરતીના નવા નિયમો
LRD બાદ હવે PSI ની ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. PSIની પરીક્ષામાં LRD ની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવી છે. છેલ્લે વર્ષ 2021માં PSIની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી. ટૂંક સમયમાં PSI ની નવી ભરતી બાબતે ગૃહવિભાગ નિર્ણય લઈ શકે છે.
PSI ની ભરતીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. હવે વજન ધ્યાન પર નહીં લેવાય. હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે.એક પેપર 200 માર્કનું અને Mcq આધારિત રહેશે જ્યારે બીજું પેપર 100 માર્ક નું રહેશે. આ સિવાય જો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોઈ ઉમેદવારે કોર્સ કરેલ હશે તો વધારાના ગુણ આપવામાં આવશે.
ADVERTISEMENT