અમદાવાદ: દેશભરમાં હાલ ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે અને તેના પર રાજકારણ પણ થઈ રહ્યું છે. આ વચ્ચે ગુજરાતમાં 5 વર્ષમાં 40 હજાર જેટલી મહિલાઓ ગુમ થયાનો NCRBનો ડેટા આવ્યો. તો ગુજરાતમાં પણ આ વિશે સવાલો ઉઠવા લાગ્યા હતા. એવામાં ગુજરાત પોલીસે હવે આ દાવાઓનું ખંડન કર્યું છે અને ડેટા અધૂરો હોવાનો ખુલાસો કર્યો છે.
ADVERTISEMENT
5 વર્ષમાં ગુમ થઈ 41 હજાર મહિલાઓ
ગુજરાત પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર પ્રકાશિત થયેલ છે. આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ 2016-2020માં ગુજરાતમાંથી 41621 મહિલાઓ ગુમ થયેલ હતી.
ગુમ મહિલાઓમાંથી 39 હજાર મળી ગઈ
પરંતુ આ પૈકી 39497 મહિલાઓને (94.90%) પરત મળી આવેલ છે અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.
ADVERTISEMENT