Patan: દુબઈથી પાટણ આવેલા ભરત ચૌધરીના મોબાઈલે કેવી રીતે ખોલ્યો 5200 કરોડનો ક્રિકેટ સટ્ટા કાંડ?

Gujarat Tak

28 Jul 2024 (अपडेटेड: Jul 28 2024 7:18 PM)

Mahadev Betting App Bharat Chaudhary: પાટણમાં બેઠા બેઠા દુબઈથી ચલાવવામાં આવતા ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો ખુલાસો થયો છે. ભુજ સાયબર ક્રાઈમે બાતમીના આધારે પાટણમાંથી ભરત ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી છે.

Patan News

Patan News

follow google news

Mahadev Betting App Bharat Chaudhary: પાટણમાં બેઠા બેઠા દુબઈથી ચલાવવામાં આવતા ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો ખુલાસો થયો છે. ભુજ સાયબર ક્રાઈમે બાતમીના આધારે પાટણમાંથી ભરત ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીના મોબાઈલ ચેક કરતા અંદરથી 5200 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનની વિગતો બહાર આવી હતી. ક્રિકેટના સટ્ટાનું આટલું મોટું નેટવર્ક મળતા પોલીસના પણ હોંશ ઉડી ગયા હતા. આરોપીને કોર્ટમાં રજૂ કરતા હાલ તેને 1 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

દુબઈથી વતન આવ્યો અને પકડાયો ભરત ચૌધરી

આ અંગે બોર્ડ રેન્જ IG ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે, શનિવારે સાયબર ક્રાઈમ PIને બાતમી મળી હતી કે ભરત ચૌધરી જે પાટણનો રહેવાસી છે તે દુબઈથી આવ્યો છે. તે દુબઈમાં બેઠા બેઠા મહાદેવ બેટિંગ એપ્લિકેશન જે સૌરભ ચંદ્રાકર ચલાવે છે તેની સાથે જોડાયેલો છે. આ સાથે તેના અન્ય બેટિંગ એપ્લિકેશન સાથે પણ કનેક્શન છે. જેના આધારે રેડ પાડીને ભરત ચૌધરીની પાટણમાં તેના સાઢુ ભાઈના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. 

પાટણ બી-ડિવિઝનમાં ભુજ પોલીસે નોંધાવ્યો ગુનો

તેમણે આગળ જણાવ્યું કે, ભરત ચૌધરીના મોબાઈની તપાસ કરતા તેમાંથી અંદાજે 5200 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. તેમાં અલગ-અલગ આરોપીઓ સંડોવાયેલા છે. હાલમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ મામલે પાટણ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભુજ સાયબર સેલની ટીમે દિલીપ પ્રજાપતિ, અતુલ અગ્રવાલ, સૌરભ ચંદ્રાકર, સિંગ રવીકુમાર તથા રોનક પ્રજાપતિ સામે ગુનો નોંધાયો છે. 

ફોનમાંથી 5200 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા

ભરત ચૌધરીની ધરપકડ બાદ તેના મોબાઈલમાંથી સટ્ટાબાજી માટેના 23 ID પ્રૂફ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન તેના ફોનમાં વોટ્સએપ ગ્રુપમાંથી સટ્ટાબજારની મહાદેવ એપના ખાતાઓનું વાર્ષિક ટર્નઓવર 52,13,64,94,530 રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. 

 

    follow whatsapp