નવી દિલ્હીઃ ગુજરાત અને હિમાચલની વિધાનસભા ચૂંટણીઓને લઈને સતત પરિણામો પર લોકોની નજર છે. ગુજરાતમાં ભાજપ કોઈ રેકોર્ડ કરી દે તેવી સ્થિતિ છે. હાલની સ્થિતિએ ભાજપના કાર્યાલય પર નાચગાન અને ઢોલ નગારા વાગી રહ્યા છે જ્યારે બીજી પાર્ટીઓને ત્યાં મહદ અંશે સન્નાટો જોવા મળી રહ્યો છે. દરમિયાનમાં સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે, સાંજે દિલ્હી ખાતે ભાજપના મુખ્ય કાર્યાલય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવશે.
ADVERTISEMENT
ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલની જીત થઈ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપ ઘણી જંગી બેઠકો સાથે જીતી રહી હોવાનું ચિત્ર સામે હાલ આવી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી પોતાની બેઠક ઘાટલોડિયાથી જીતી પણ ચુક્યા છે અને હવે આગામી કલાકોમાં જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. ત્યારે સાંજે 6થી 6.30 કલાક દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી મુખ્ય કાર્યાલય ભાજપ પર આવવાના છે. સ્વાભાવીક રીતે બંને પરિણામો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં સંબોધન પણ કરશે.
ADVERTISEMENT