પાટણઃ પાટણમાં અવારનવાર સામાન્ય અક્સ્માતો થાય તેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જોકે આ અકસ્માતને કારણે બે પક્ષો વચ્ચે ઝઘડા પણ થતા હોય છે, પણ અહીં તો બે પક્ષોના જુથો એક બીજાને એવી રીતે ઢીબી નાખવા પર આવી ગયા હતા કે ના પુછો વાત.
ADVERTISEMENT
કેમ થઈ બબાલ
પાટણના બગવાડા વિસ્તારમાં બે કાર ચાલકો વચ્ચે સામાન્ય અથડામણ બાદ કારમાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં એક જ પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે કોઈ એકને ગંભીર ઈજાઓ થઈ, બાદમાં પોલીસે ચાર્જ સંભાળ્યો અને બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગરઃ અસરગ્રસ્તોની લીધી મુલાકાત, તંત્ર કેટલું સુધરશે?
પોલીસની હાજરીમાં એકબીજા પર વરસી પડ્યા
પોલીસ હાજર હતી તો પણ આ ટોળાના લોકો એક બીજા પર વરસી પડ્યા હતા. આખરે પોલીસનો પણ પિત્તો ગયો હતો અને પોલીસે તુરંત મામલો કાબુમાં કરી લેવા મારા મારી કરી રહેલા કેટલાકોને પકડી લીધા હતા.
પોલીસે પકડાયેલા લોકોને તુરંત પોતાની સરકારી વાનમાં મુકી દીધા હતા. સરકારી વાનમાં બેસાડી દેતા આ તરફ ટોળું પણ ધીમેધીમે વિખરાઈ ગયું હતું.
(ઈનપુટઃ વિપિન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT