Loksabha Election 2024: લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવા થઇ ગઈ છે. બે દિવસમાં આજે પાંચમો ઝટકો સાંજે લાગી શકે છે. અર્જુન મોઢવાડિયા અને અંબરિષ ડેર અને કંડોરિયા જેવા દિગ્ગજ નેતાઓ બાદ વધુ એક ધારાસભ્ય કોંગ્રેસને અલવિદા કહી શકે એમ છે.
ADVERTISEMENT
ભાજપ અડીખમ,કોંગ્રેસ ખાલીખમ
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ સાંજ સુધીમાં રાજીનામાની જાહેરાત કરી શકે છે. એવી પણ માહિતી મળી રહી છે કે, આજે અથવા આવતીકાલે અરવિંદ લાડાણી રાજીનામું આપશે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે ત્યારે જ વધુ એક ધારાસભ્ય પાર્ટીને અલવિદા કહેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. હાલ રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગુપ્ત બેઠક ચાલી રહી છે. અરવિંદ લાડાણી 3 દિવસથી કોઈના કોલ રિસીવ કરતા નથી. લાડાણીના નજીકના સૂત્રો દ્વારા જાણકરી મળી છે કે, આજ સાંજ સુધીમાં રાજીનામુ આપશે.
પહેલા પણ અરવિંદ લાડાણીના નામની ચર્ચા થઇ હતી
અગાઉ પણ અરવિંદ લાડાણીના પક્ષ છોડવાની વાત ચર્ચામાં આવી હતી. આ પહેલા પણ આવી માહિતી સામે આવી હતી કે તેઓ પાર્ટી છોડવાના છે પરંતુ એ સમયે તો અરવિંદ લાડાણીએ બધા વચ્ચે એવું કહ્યું હતું કે તેઓ પક્ષ કે પદ નહીં છોડે, પરંતુ હવે લાગી રહ્યું છે કે હવે નેતાજીએ મન બદલવાનું વિચારી લીધું છે.
ADVERTISEMENT