Gujarat: આખરે નેફ્રોલોજિસ્ટની હડતાળ સમેટાઇ, સરકારે ડોક્ટરોની તમામ શરતો સ્વિકારી

ગાંધીનગર : રાજ્ય સરકાર સાથે સફળ ચર્યા બાદ ગુજરાત નેફ્રોલોજી એસોસિએશને (GNA) પોતાનું આંદોલન સમાપ્ત કરી દીધું છે. જીએનએ હાલમાં જ વડાપ્રધાન જન આરોગ્ય યોજના…

The Gujarat Nephrology Association (GNA) has ended its agitation

The Gujarat Nephrology Association (GNA) has ended its agitation

follow google news

ગાંધીનગર : રાજ્ય સરકાર સાથે સફળ ચર્યા બાદ ગુજરાત નેફ્રોલોજી એસોસિએશને (GNA) પોતાનું આંદોલન સમાપ્ત કરી દીધું છે. જીએનએ હાલમાં જ વડાપ્રધાન જન આરોગ્ય યોજના (PM-JAY) યોજના હેઠળ ડાયાલિસિસના વળતરમાં વધારાની માંગ સાથે 14 ઓગસ્ટથી ત્રણ દિવસ માટે હડતાળ પર ઉતરી ગયા હતા.

નેફ્રોલોજિસ્ટ દ્વારા મુકાયેલી તમામ માંગ સરકારે સ્વિકારી લીધી

મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા હવે નેફ્રોલોજિસ્ટની તમામ માંગ સ્વિકારી લેવામાં આવી છે. ખાનગી નેફ્રોલોજિસ્ટ સરકાર દ્વારા સ્થાપિત 60 થી વધારે કેન્દ્રો પર સેવા આપે છે. 14 થી 16 ઓગસ્ટ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન દરમિયાન PM-JAY યોજના હેઠળ ડાયાલિસિસ સેવાઓ અટકાવી દીધી હતી. આ વિરોધ ડાયાલિસિસ દરને 2300 રૂપિયાથી ઘટાડીને 1950 રૂપિયા કરવા સહિતના અલગ અળગ મુદ્દાઓ પર હડતાળ પર ઉતરી ગયા હતા.

સમગ્ર દેશમાં 1950 પરંતુ ગુજરાતી નેફ્રોલોજિસ્ટને 2500 રૂપિયા મળશે

એસોસિએશન 2500 રૂપિયાના ડાયાલિસિસના ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. જેમાંથી 300 રૂપિયા દર્દીને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તરીકે ચુકવવાની માંગ હતી. આ દરમાં ડાયાલિસિસ પ્રક્રિયા માટે 1500 રૂપિયા અને દવા અને ઇન્જેક્શન પેકેજ તરીકેના 700 રૂપિયાનો સમાવેશ થાય છે. GNA અનુસાર ત્રણ દિવસીય હડતાળ દરમિયાન 4000 લોકોથી વધારે લોકોને ડાયાલિસિસની સેવા લીધી હતી.

    follow whatsapp