Gujarat Weather: આગામી 3 કલાકમાં અહીં ભારે પવન સાથે વરસાદ, રાજ્યમાં આવતીકાલથી ફરી ચોમાસું વધશે આગળ

Gujarat Weather Update: રાજ્યમાં આ વર્ષે 4 દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થવાની હતી. પરંતુ ચોમાસુ સક્રિય થતાં જ નબળું પડી ગયું જેના કારણે હજુ સુધી છૂટાછવાયા વરસાદ થઈ રહ્યો છે.

Gujarat Weather

Gujarat Weather

follow google news

Gujarat Weather Update: રાજ્યમાં આ વર્ષે 4 દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થવાની હતી. પરંતુ ચોમાસુ સક્રિય થતાં જ નબળું પડી ગયું જેના કારણે હજુ સુધી છૂટાછવાયા વરસાદ થઈ રહ્યો છે. એવામાં હવામાન વિભાગ લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે. અત્યાર સુધી રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ચોમાસુ ધીરે ધીરે 20 જૂને આગળ વધશે અને 25 જૂન સુધીમાં અમદાવાદમાં સારો વરસાદ થાય આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે.

આગામી 3 કલાકમાં અહીં ભારે પવન સાથે વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર, આગામી ત્રણ કલાક ભારે પવન અને ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, સાબરકાંઠા,ગીર સોમનાથ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, વલસાડમાં આગાહી છે. જ્યારે દાહોદ, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, સુરત, તાપી, ડાંગ, જુનાગઢ, પોરબંદરમાં સામાન્ય વરસાદની આગાહી છે.

Gujarat Rain Live Updates: નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, સુરત, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ

રાજ્યમાં મંગળવારે 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 1 ઈંચ, વલસાડના ધરપુરમાં 1 ઈંચ, તો સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 મી.મી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અંકલેશ્વર, રાજુલા, નવસારીના ખેરગામમાં પણ વરસાદ પડ્યો હતો.

    follow whatsapp