Gujarat Weather: સામાન્ય કે પછી...! આ વર્ષે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું? અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Tak

12 Jun 2024 (अपडेटेड: Jun 12 2024 3:19 PM)

Gujarat Monsoon 2024: રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની સાથે નબળું પડી ગયું છે. અરબ સાગરની શાખા નબળી પડતાં ચોમાસા પર અસર થઈ છે.

Gujarat Weather

Gujarat Weather

follow google news

Gujarat Monsoon 2024: રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની સાથે નબળું પડી ગયું છે. અરબ સાગરની શાખા નબળી પડતાં ચોમાસા પર અસર થઈ છે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ્યા બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે. જોકે રાજ્યભરમાં ચોમાસાનો માહોલ જોવા મળશે. રા જ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉકળાટ અને બફારાનું પ્રમાણ 40થી 50 ટકા રહેશે. 

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

આજે પંચમહાલ ,દાહોદ ,મહીસાગર, વલસાડ ,તાપી ,ડાંગ ,સુરત ,ભરૂચ ,નર્મદા ,છોટાઉદેપુર ,વડોદરા ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ, દીવમાં અને  સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસશે.

13 જુન

સાબરકાંઠા ,ગાંધીનગર, અરવલ્લી ,ખેડા, અમદાવાદ ,આણંદ ,પંચમહાલ, દાહોદ મહીસાગર ,વડોદરા, છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ, સુરત ,ડાંગ, નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી 

14 જુન

સુરત, ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી

15 જુન

સુરત, ડાંગ ,નવસારી ,વલસાડ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી 

Video: Devayat khavad ની આ સીટ પરથી રાજકારણમાં દમદાર એન્ટ્રી?

16 જુન

નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી 

17 જુન

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે.

અંબાલાલ પટેલની આગાહી

આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમી પવન ધીમા થતા ચોમાસુ નબળું પડ્યું છે. તેમજ અરબ સાગરની શાખા નબળી પડતાં ચોમાસા પર અસર થઈ છે. તેમજ તા. 22 થી 25 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે. તે સિવાય રાજ્યમાં ચોમાસા અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મધ્મયથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડશે. 11 થી 13 જુલાઈ વચ્ચે રાજ્યનાં કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 

    follow whatsapp