Lok Sabha Election 2024, Mansukh Vasava: લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. તમામ પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રણનીતિઓ બનાવવામાં આવી રહી છે. એવામાં આજે લોકસભાની ચૂંટણી માટે સીટ શેરિંગને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સીટોની વહેંચણી અંગે માહિતી આપી છે. ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. એવામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.
ADVERTISEMENT
મનસુખ વસાવાએ જુઓ શું કહ્યું....
ભરૂચના સંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચૈતર વસાવાનું ચૂંટણી લાડવાનું પહેલેથી જ નક્કી હતું. વધુમાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે, AAP-કોંગ્રેસના ગઠબંધનથી ભાજપને કોઈ ફેર પાડવાનો નથી. ભાજપ એક મજબૂત સંગઠન છે અને ભરૂચ લોકસભા પર ભાજપ 5 લાખ કરતાં વધુ મતોની લીડ સાથે જીત મેળવશે.
મનસુખ વસાવાના રાજકીય ચાબખા
મનસુખ વસાવાએ એકબાદ એક પ્રહાર કર્યા અને કહ્યું કે, ભરૂચ જિલ્લામાં એક સમયે અહેમદ પટેલનો સોળે કળાએ સૂરજ ઉગ્યો હતો. ટ્રાયબલ એરિયામાં કોંગ્રેસ અને BTP મજબૂત હતા. એ સમયે પણ અમે કોંગ્રેસ અને BTPને ગાંઠ્યા ન હતા. આપ પર રાજકીય ચાબકા મારતા કહ્યું કે, કોંગ્રેસે આ વખતે નવી ઉભરતી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે પરંતુ AAP માત્ર ડેડિયાપાડા વિધાનસભા પૂરતી પાર્ટી છે બાકી 6 વિધાનસભામાં કંઈ નથી. ભરૂચ લોકસભા બેઠકમાં AAPનુ કોઈ અસ્તિત્વ નથી.
ADVERTISEMENT