Gujarat News: આ IAS સામે શું થઈ છે ફરિયાદ, અધિકારીથી ખેડૂત પણ પરેશાન Gujarat News

Gujarat Latest News: છેલ્લા કેટલાક સમયથી આઈએએસ (IAS) અધિકારીઓના કારનામા જાહેર થવા લાગ્યા છે. સામાન્યતઃ આપણે ત્યાં એવી ધારણા સામાન્યજનમાં છે કે અધિકારીઓ હંમેશા સરકી…

gujarattak
follow google news

Gujarat Latest News: છેલ્લા કેટલાક સમયથી આઈએએસ (IAS) અધિકારીઓના કારનામા જાહેર થવા લાગ્યા છે. સામાન્યતઃ આપણે ત્યાં એવી ધારણા સામાન્યજનમાં છે કે અધિકારીઓ હંમેશા સરકી જાય અને નાના કર્મચારીઓ હંમેશા ફસાઈ જાય. જોકે ઘણી ઘટનાઓને કારણે આ ધારણા લોકોના મનમાં બંધાઈ છે, જોકે હમણાં કેટલાક સમયથી લોકો પણ જોવા લાગ્યા છે કે IAS અધિકારીઓ સામે પણ કાર્યવાહીઓ જોવા મળી રહી છે. ગુજરાતમાં હાલમાં જ IAS એસ કે લાંગા, કે. રાજેશ, ડી એસ ગઢવીના સામે કાયદાકીય કાર્યવાહીઓ થઈ હતી ત્યારે વધુ એક કલેક્ટર સામે ફરિયાદ થઈ છે. આપણે વાત કરી રહ્યા છીએ સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે (IAS Naimesh Dave) ની સામે ફરિયાદ થઈ છે.

સાબરકાંઠા કલેક્ટર (Sabarkantha Collector) સામે શું છે ફરિયાદ?

સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે સામે હાલમાં ફરિયાદ થયાની વિગતો સામે આવતા IAS લોબીમાં ભારે ખળભળાટ મચ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નૈમેશ દવેની વિરુદ્ધમાં ભૂમાફિયાઓ, રાજનેતા, બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓ સાથે મળી અને તેમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ દરમિયાન મળેલી હકીકતોને આધારે ACB (Anti Corruption Bureau) અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ થઈ છે. આ અંગે હાઈકોર્ટના વકીલે પુરાવા સાથે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે. આ કેસમાં ઉચ્ચકક્ષાએથી તપાસ માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ફરિયાદ કરવામાં આવી હતી.

અધિકારીએ કર્યા ખેડૂતને પરેશાન, કયા નેતાનો ટેકો?

અહેવાલો પ્રમાણે આ અધિકારી સરકારી તિજોરીને નુકસાન થાય તેવી રીતે ભૂમાફિયાઓ સાથે ભાઈબંધી કરીને ખેડૂતોને પરેશાન કરી દેતા હતા. ખેડૂતોને હેરાન કરવાના પણ આરોપ લગાવાયા છે. કલેક્ટર અને ભૂમાફિયા વચ્ચેની રંગા બિલ્લાની જોડીએ ખેડૂતોની ઘણી જગ્યા પડાવી લીધી હોવાનો પણ આરોપ હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે. ભૂમાફિયા વિરુદ્ધ પણ લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત ફરિયાદ કરવામાં આવી છે. તેમની ફરિયાદમાં કહેવાયું હતું કે આ શખ્સે અન્યો સાથે મળી છેલ્લા 9 મહિનામાં સત્તાનો દુરુપયોગ કરી પરવાનગી વગર બાનાખત કરી જમીન પચાવી પાડવા ષડયંત્રો રચ્યા છે. ઉપરાંત ખેડૂત પત્નીએ કાયદેસરની જમીનને બિનખેતી પ્રીમીયમ પાત્રમાં ફેરવી પુરતો અવેજ ચુકવી ખરીદી કરી હોવા છતા તેમનું નામ રેવેન્યુ રેકોર્ડ પર ના ચઢાવી તેમની સાથે પણ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી છે. આ જમીન તલોદની હોવાનો તથા તેમાં આરોપી તરીકે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેશ દવે, પ્રાંતિજના પ્રાંત અધિકારી મહિપત ડોડિયા અને સાબરકાંઠા જિલ્લા ચીટનીશ ટુ જિલ્લા કલેક્ટર સાબરકાંઠાના હોદ્દા પર રહેલા હર્ષ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં સ્પષ્ટ જણાવાયું છે કે, મહિપતસિંહ ડોડિયાએ ફરિયાદ કરનારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પ્રિતેશનામના વ્યક્તિ તમારી નોંધ પડાવવામાં જે પ્રવીણ પટેલ, હર્ષદ પટેલ અને ચંદ્રકાંત પટેલ નામના લોકોએ જમીન મામલે વાંધો લીધો છે. તે તલોદના ખુબ મોટા માણસો છે અને તલોદના એક મંત્રી અને સાબરકાંઠાના કલેટ્કર મોટા માણસોના ભાગીદારો છે. તમે આ જમીનમાંથી નીકળી જાઓ અને તમને તમારી આ જમીનમાં તમારો જે ખર્ચો થયો હોય તે જોડે રહીને અપાવડાવી દઈએ. તમે એક કરોડ સાહીટ લઈ તે સર્વે નંબર અન્વયે ફરિયાદ કરનારની પત્ની અને તેમના જાણીતા એક બહેને ખરીદી છે તેવું કુલ 11 વીધા જમીન અમને સરન્ડર કરી દો. તેવી મીઠી ભાષામાં ચેતવણી આપવામાં આવી હતી. મહિપતસિંહે એવું પણ સ્પષ્ટ કહ્યું હતું કે, જો તમે આ બધા સેટલમેન્ટ નહીં કરો અને જમીનનો રિવર્સ દસ્તાવેજ નહીં આપો તો હું તમારી એન્ટ્રી મંજુર કરી શકીશ નહીં કારણ કે મને ઉપરથી ખુબ જ દબાણ છે. જેને પગલે એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે કે તેમાં કયા નેતાએ આ અધિકારીને આવો છૂટો દૌર આપ્યો હોઈ શકે?

(ઈનપુટઃ હસમુખ પટેલ, સાબરકાંઠા)

    follow whatsapp