હેતાલી શાહ.નડિયાદઃ 15 વર્ષ બાદ નડિયાદ નગરપાલિકા ઘોર નિદ્રામાંથી જાગી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરના 100થી વધુ મકાનો દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી છે. પાછું તે પણ એવા સમયે જાગ્યું છે જ્યારે કડકડતી ઠંડીનો મારો છે. અગાઉ ટીપી રસ્તા અને કોમન પ્લોટ પરના દબાણો હટાવવા નોટિસ આપવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરીમા કોઈ વિવાદ ન થાય તે હેતુ ડી.વાય.એસ.પી સહિત નડિયાદ શહેર પોલીસની હાજરીમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તંત્ર દબાણો થાય ત્યાં સુધી અને તેના જમાવડા સુધી શું કરતું હોય છે? કઈ નિંદ્રામાં હોય છે? તે બધું જ સમજાતું નથી. તંત્રને ત્યાં સુધી કાર્યવાહી કરવાનું ભાન ન પડ્યું જ્યાં સુધી 60ફૂટનો રોડ 12 ફૂટનો ન થઈ ગયો.
ADVERTISEMENT
બંગાળમાં TMC નેતાની પાસેથી નિકળ્યો નોટોનો પહાડ, આવકવેરા વિભાગને ગણતા ગણતા થાકી ગયા
ઠેરઠેર દબાણોથી લોકો પણ પરેશાન
ખેડા જિલ્લાના નડિયાદમાં વિવિધ જગ્યાએ કાચા પાકા દબાણોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પરંતુ ઘણી જગ્યાઓ છે કે, જ્યાં દબાણ હટાવવામાં ન આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વૈશાલી રોડ, લોયેલા આઈ.ટી.આઈથી લઈને ઝલક તરફ જવાનો રોડ, સહિતના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી દબાણનો રાફડો ફાટ્યો હતો. પાલિકાના નકશા પર આ રોડ 60 ફૂટનો છે પરંતુ દબાણને કારણે આ રોડ 10 થી 12 ફૂટનો થઈ ગયો હતો. 60 ફૂટનો રસ્તો 10થી 12 ફૂટનો થઈ ગયો ત્યાં સુધી તંત્રને ભાન પડતું નથી કે કાર્યવાહી થવી જોઈએ. હવે લોકોએ રોડના કિનારા પર કાચા પાકા ઘર બાંધી દીધા હતા. જેને કારણે આ રોડ પરથી અવરજવર કરવા માટે લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત ઝલકથી રિંગરોડ પર પણ ઘણા દબાણો જોવા મળતા હતા. આ દબાણો દૂર કરવા માટે નડિયાદ નગરપાલિકાએ આશરે 75 જેટલા દબાણ કરતાંઓને એક અઠવાડિયા અગાઉ નોટિસ પાઠવી, પોતાના દબાણો દૂર કરવા માટે જાણ કરી હતી. પરંતુ પાલિકાની નોટિસની અવગણના કરવામાં આવતા અંતે આજે પાલિકાની દબાણ વિભાગની બે જેસીબી મશીન સાથેની ટીમ સ્થળ પર પહોંચી ગયું, અને આવા ગેરકાયદેસર દબાણોને તોડવા માટે કામગીરી હાથ ધરી. મહત્વનું છે કે, નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ અંતર્ગત ઇન્દિરા નગરી વિસ્તારમાં 100 કરતાં વધુ દબાણ તોડી પાડીને રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ રોડના કિનારે નાના ઝૂંપડા તેમજ કાચા મકાન બાંધીને રહેતા લોકો બેઘર થતાં તેઓ પણ નિરાશ થયા હતા. આમ આ ઘટનામાં તાલી બંને હાથે વાગી હોવાનું જોવાઈ રહ્યું છે. અહીં જેટલી ભુલ ગેરકાયદે રહેતા લોકોની હતી તેટલી જ ગંભીર ભુલ તંત્રની પણ હોવાનું પંડિતો કહી રહ્યા છે.
‘આટલા વર્ષે આવેલો મારો દિકરો, પતંગની દોરીથી કપાઈ ગયો’- ખેડાની માતાના વિલોપાતથી બધા હચમચી ગયા- Video
દબાણોની કાર્યવાહી ચર્ચાનો વિષય
નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ દબાણ કરતાં લોકો સામે પગલાં ભરવા માટે જે અભિયાન હાથ ધર્યું તેમાં સ્થાનિક પોલીસની મદદ લેવાઈ હતી. સવારથી જ નગરપાલિકા JCB તેમજ અન્ય સાધનો લઈને માથાના દુખાવા સમાન બની ગયેલા આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કામે લાગ્યું હતું. જેને લઇને મોટી સંખ્યામાં લોકોના ટોળા સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. સાથે જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ સ્થળ પર હાજર હતો. જેને લઈને પાલિકાની કામગીરીને રોકવા માટે કોઈ આગળ આવ્યું નહીં. જોકે JCB ગેરકાયદેસર દબાણ ઉપર ફરી વળતા દબાણ કરતાઓ પોતાનો સર સામાન બચાવવામાં લાગી ગયા હતા. તો એક તરફ નડિયાદ નગરપાલિકા રાજકીય વગ ધરાવતા લોકોના દબાણો હટાવવામાં કોઈ જાતનું રસ ન લેતા હોવાનું અને સામાન્ય લોકોના દબાણો તાત્કાલિક ઝુંબેશ શરૂ કરીને હટાવવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિકોમાં આ વિષય ચર્ચાસ્પદ બન્યો છે.
ADVERTISEMENT