મહેસાણાઃ ગુજરાતમાં ઠેરઠેર ઉજવણીનો માહોલ છે અને આ જ ઉજવણીનો માહોલ બે પરિવારો માટે મોત અને માતમ લઈને આવ્યો છે. મહેસાણામાં બાળકીને તેડીને જતી હતી માતા ત્યારે બાળકીના ગળામાં ચાઈનીઝ દોરી આવી અને તે ફસાઈ ગઈ, બસ થોડી જ ક્ષણોમાં બાળકીએ પોતાની માતાના ખોળે જ શ્વાસ છોડી દીધા. આવી તો ઘણી કરુણાંતિકાઓ સર્જાઈ છે. છતા તંત્ર તરફથી તો કોઈ આશાઓ છે જ નહીં પણ લોકો પણ પોતાની જવાબદારી સમજીને ચાઈનીઝ કે વધુ કાચ વાળી દોરીનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા નથી. ઉપરાંત વડોદરામાં દશરથ બ્રિજ ઉતરતી વખતે પતંગ દોરીને કારણે એક 35 વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
વડોદરાના જુવાન જોધ યુવકનું મોત
વડોદરાના છાણી સોખડા રોડ વિસ્તારમાં આવેલા નંદનગરમાં રહેતા 35 વર્ષીય યુવકને દશરથ બ્રિજ પરથી પસાર થતા વખતે પતંગની દોરી ગળે આવી ગઈ હતી. ગળાના ભાગેથી કપાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. 35 વર્ષના આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. આ તરફ વિસનગરમાં એક પરિવારની માત્ર ચાર જ વર્ષની બાળકીનું ચાઈનીઝ દોરીથી મોત થયું છે. વિસનગરના કડી દરવાજા વિસ્તારની આ ઘટના છે જેમાં ચાર વર્ષની બાળકીનું મોત તેની માતાની આંખો સામે જ થયું છે.
બાળકીને તપાસતા જ ડોક્ટરે કહ્યું ‘સોરી’
વિસનગરના કડી દરવાજા નજીકથી એક માતા પોતાની ચાર વર્ષની દીકરીને તેડીને લઈ જઈ રહી હતી. દરમિયાન બાળકીના ગળામાં ચાઈનીઝ દોરી અટવાઈ ગઈ, બાળકની નાજુક ત્વચા અને નસો પર તેના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી. બસ પછી તેની મદદ કરવા ઘણા આવ્યા અને આખરે તેને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવાઈ હતી. જોકે ત્યાં હાજર ડોક્ટરે તપાસ તા જ બાળકીને મૃત જાહેર કરી હતી. માતા માટે અને આ વિસનગરના પરિવાર માટે આ કેટલી કરુણતા ભર્યો દિવસ છે તે કલ્પના માત્ર ધ્રુજાવનારી છે.
ADVERTISEMENT