ગોધરાઃ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ, પોલીસની કડક કાર્યવાહી, તંત્ર સતત કાર્યરત વગેરે માત્ર વાતો જ નીકળી. કેટલીક બાબતોમાં તંત્રથી સૂકો પાપડ ન તૂટે તે પૈકીની એક બાબત આ ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધની પણ છે. ઉત્તરાયણના પર્વે ઠેરઠેર બેફામ ચાઈનીઝ દોરીનું વેચાણ, સંગ્રહ અને વપરાશ થયો છે તે દેખીતું છે. કોઈ પણ રસ્તે જાઓ અને ચાઈનીઝ દોરી વચ્ચે ન આવે તેવું આજે લગભગ કોઈને બન્યું ન હોય તેવું નથી. જોકે તે પૈકીના ઘણા ઈજાગ્રસ્ત પણ થયા છે. આવું જ કાંઈક સેવાલિયા હાઈવે પર બન્યું છે જ્યાં બાઈક ચાલકના ગળાના ભાગે અચાનક ચાઈનીઝ દોરી આવી જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને તુરંત સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
રાજ્યમાં એક એવું ગામ જ્યાં 1996 બાદ ઉત્તરાયણમાં પતંગ ઉડાડવા પર છે પ્રતિબંધ, જો પતંગ ઉતાવી તો 11 હજારનો દંડ
બે યુવકોની હાલત લથડતા તેમને વડોદરા લઈ જવાયા
પંચમહાલ જિલ્લામાં દોરી વાગવાની પાંચમી અને ચાઈનીઝ દોરી વાગવાની આજ સવારથી જ ત્રીજી ઘટના સામે આવી છે. સુબોધ નાયક નામનો બાઈક ચાલક આણંદથી રાજગઢ તરફ જતા સેવાલિયા હાઈવેના અંગાડી પાસેથી જતો હતો. દરમિયાનમાં અચાનગ ગળા આગળ ચાઈનીઝ દોરી આવી જતા તેને ગળે ઘસરકો લાગ્યો હતો અને તેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. દરમિયાન લોકો પણ તેમના બચાવમાં આવી ગયા હતા. તાત્કાલીક આ વ્યક્તિને સારવારની જરૂર હોવાને કારણે 108 ઈમર્જન્સી એમ્બ્યૂલન્સ વાન વાટે તેમને તુરંત ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં પતંગની દોરી વાગવાની આ પાંચમી ઘટના છે. આ પાંચ પૈકીના બે વ્યક્તિની હાલત ખુબજ ખરાબ થઈ રહી હતી જેના કારણે તેમને વધુ સારવારમ માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT