ઉત્તરાયણનું સમાપન ઠેરઠેર ઝળહળ્યું આકાશ, ઘણા પરિવારોની સુની થઈ જીંદગી

રાજકોટઃ ગુજરાતમાં ઠેરઠેર આજે ઉજવાયેલા ઉત્તરાયણના પર્વના દિવસનું સમી સાંજ પછી સમાપન થયું અને દરમિયાનમાં આખું આકાશ ફટાકડાઓના ફુટવાને કારણે ઝળહળી ઉઠ્યું હતું. જ્યારે ઉજવણીના…

gujarattak
follow google news

રાજકોટઃ ગુજરાતમાં ઠેરઠેર આજે ઉજવાયેલા ઉત્તરાયણના પર્વના દિવસનું સમી સાંજ પછી સમાપન થયું અને દરમિયાનમાં આખું આકાશ ફટાકડાઓના ફુટવાને કારણે ઝળહળી ઉઠ્યું હતું. જ્યારે ઉજવણીના અમુક કલાકો ઘણા લોકોના જીવનમાં જીંદગીભરના આંસુ લઈને આવ્યો છે. ઉત્તરાયણના તહેવારે વડોદરાનો યુવાન, રાજકોટ અને મહેસાણાના માસૂમ બાળકોના જીવ ગયા પછી આવા પરિવારો માટે કાયમી પીડા લઈને આવ્યો હતો.

ઘણા માટે યાદગાર તો ઘણા માટે યાદગીરી
આજે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવાયો, પતંગો, વાજા, સંગીત, ચિક્કી, ગેસના બલૂન સહિત હવે તો તંત્રની મહેરબાનીથી ચાઈનીઝ દોરી, કાચ પીવડાવેલી દોરી અને ઘણું બધું લોકોને માણવા મળ્યું. ઉત્તરાયણના આ પર્વને હવે અલવિદા થઈ ગઈ છે. હવે રાત્રી પછી વાસી ઉત્તરાયણ ઉજવવાના પણ ઘણા સ્થાનો પર રિવાજ છે. જોકે આજના દિવસના સમાપન પછી આપણા પૈકીના ઘણા પરિવારો ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા પછી લગભગ આ દિવસને ભૂલી પણ જશે. જોકે ઘણા લોકો માટે આજનો દિવસ ક્યારેય ન ભુલાય તેવો બન્યો છે. વડોદરાના દશરથ બ્રિજ પરથી પસાર થઈ રહેલો 35 વર્ષના યુવાનનો પરિવાર, વિસનગરમાં માતાના નજર સામે 4 વર્ષની બાળકીના ગળે લપેટાયેલી ચાઈનીઝ દોરી તેનો જીવ લઈ ગઈ તે પરિવાર, રાજકોટના 7 વર્ષના માસૂમ બાળકનો પરિવાર આજની ઉત્તરાયણને કેવી રીતે ભૂલશે. આવા તો દર વર્ષે પરિવારોની સંખ્યામાં વધારો થતો જ જાય છે.

આ પરિવારોની આંખોમાં આજની સાંજ
ઘણા લોકો એવા પણ છે કે પોતાના વ્હાલાઓના અવસાન પછી બીજાના જીવનમાં અંધકાર ન થાય તે માટે દર વર્ષે લોકો બચે તેના માટેના કોઈને કોઈ પ્રયત્નો પણ કરતા હોય છે. સામાન્ય જાગૃત્તિ ઘણા પરિવારોમાં ખુશાલી લાવી શકે છે તેવી સામાન્ય બુદ્ધી વિકસાવવી કેટલી હિતાવહ છે તે આ પરિવારોની આંખોમાં આજની સમેલી સાંજ જોતા ખબર પડી જાય છે. આમ આજની ઉત્તરાયણના વધુ બે ચહેરા સામે આવ્યા છે. જેમાં એકમાં હર્ષોલ્લાસ હતો તો બીજામાં મોતનો સન્નાટો…

    follow whatsapp