બોલો… છે’ને જુગલ જોડી! જામનગરના MLA પર કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા ધનવર્ષા

જામનગરઃ જામનગરના લાલપુર બાયપાસ ખાતે ઉત્તરાયણની આગલી સાંજે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગમાં તો આપણે જ્યાં બીજા પક્ષોની સામ સામેની…

gujarattak
follow google news

જામનગરઃ જામનગરના લાલપુર બાયપાસ ખાતે ઉત્તરાયણની આગલી સાંજે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગમાં તો આપણે જ્યાં બીજા પક્ષોની સામ સામેની અને વિરોધની વાતો સાંભળતા હોઈએ છીએ પરંતુ જ્યાં અહીં આપ આ નેતાઓને એક બીજા સાથે હળવી ક્ષણોમાં જોઈ લ્યો તો બે ઘડી તેમની મિત્રતાના સમ ખાઈ લેવાનું મન થાય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અહીં ધારાસભ્ય દિવ્યેશ અકબરી આવ્યા હતા ત્યારે તેમના પર કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા રીતસરનો નોટોનો વરસાદ કરીને તેમને વધાવી લેવામાં આવ્યા હતા.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉડાવી પતંગ, જગન્નાથ મંદિરમાં કરી પૂજા 

રૂ. 10 અને 20નું બંડલ લઈ કર્યો વરસાદ
જામનગરના લાલપુર બાયપાસ નજીક રધુવીર સોસાયટી ખાતે વેકરિયા પરિવારે એક પૌરાણીક રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જામનગરના ધારાસભ્ય અકબરીએ હાજરી આપી હતી. દિવ્યેશ અકબરી ઉપરાંત આ પ્રસંગમાં અન્ય રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા હતા. જે વખતે કોંગ્રેસના કોર્પોરેટર અને જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ દ્વારા ધારાસભ્ય પર રૂપિયા 10 અને 20ની નોટોનો વરસાદ કરી દેવામાં આવ્યો હતો.
(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp