બનાસકાંઠાઃ આમ તો કેટલાક વકીલ એવા પણ હોય છે કે જે કોર્ટની બહાર કેસને એવી રીતે લડવાના પ્રયત્નો કરતા હોય છે કે તેમનો ફાયદો થઈ જાય, જોકે તેવા વકીલોનું લાંબુ ચાલતુ પણ નથી, ફિલ્ડમાં સારી નામનાથી માંડી સારા કેસ મળવામાં આવા વકીલોને તકલીફ તો રહે જ છે. છતાં કેટલાક ન સુધરેલાઓ પૈકીના એક પાલનપુર સેન્સ કોર્ટના સરકારી વકીલને કાયદાનો આ પાઠ ભણવાનો કદાચ બાકી રહી ગયો હશે. તેમની સામે એસીબીમાં ફરિયાદ થઈ અને તે વકીલ આ છટકામાં આબાદ ફસાઈ ગયો છે. આવો જાણીએ શું બન્યું છે.
ADVERTISEMENT
‘આટલા વર્ષે આવેલો મારો દિકરો, પતંગની દોરીથી કપાઈ ગયો’- ખેડાની માતાના વિલોપાતથી બધા હચમચી ગયા- Video
પુત્રને મદદ થાય પણ 1 લાખ આપવા પડશે
નડિયાદ એસીબી ટીમને થોડા જ સમય પહેલા એક વ્યક્તિએ ફરિયાદ કરતાં વકીલ 1 લાખની લાંચ માગતા હોવાની જાણકારી આપી હતી. પાલનપુર સેસન્સ કોર્ટમાં ઈન્ચાર્જ જિલ્લા સરકારી વકીલ તરીકેની જવાબદારી સંભાળતા નૈલેશ મહેન્દ્ર જોશી કે જેઓ ડીસામાં અંકિત સોસાયટીમાં રહે છે તેઓએ પારિવારીક માથાકુટના કેસમાં 1 લાખની લાલચ થતા પોતાનું કરિયર અને ક્રેડિટ બધું જ દાવ પર લગાડી દીધું છે. બન્યું એવું છે કે આ ઘટનામાં એક વ્યક્તિના પુત્ર સામે તેમની જ પુત્રવધુએ શારીરિક અને માનસિક ત્રાસ મામલે ફરિયાદ કરી હતી. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે આ ફરિયાદ નોંમધાઈ હતી. અગાઉ પાલનપુર એડિશનલ ચિફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ સામે આ કેસ ચાલી જતા તેમના પુત્રને સજા થઈ હતી. જે હુકમને તેમણે બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે નૈલેશ જોશીએ આ ઘટનામાં પોતે તેમના પુત્રની મદદ થાય તેવી કાર્યવાહી કરી શકે છે અને તેની સામે 1 લાખ રૂપિયા આપવા પડશે તે સંદર્ભ વાત કરી હતી.
વડોદરાની વાલીઓને ચિંતામાં મુકતી ઘટનાઃ ધો.10ની વિદ્યાર્થિની થઈ ગર્ભવતી, સ્કૂલમાં ભણતા છોકરા સામે દુષ્કર્મની ફરિયાદ
એસીબીનું છટકું થયું સફળ
જોકે આ મામલામાં આ વ્યક્તિ નૈલેશ જોશીને 1 લાખ આપવા માગતા ન હતા. તેમણે આ મામલે એસીબી (લાંચ રુશવત વિરોધી બ્યૂરો)માં વાત કરી તો એસીબીએ તુરંત મદદ માટે તત્પરતા દર્શાવી તેમની ફરિયાદ નોંધી લીધી. ફરિયાદ નોંધાતા પોલીસે છટકાની કાર્યવાહી શરૂ કરી અને તેમાં એસીબી અમદાવાદના મદદનીશ નિયામક કે બી ચુડાસમાએ સુપરવિઝન અધિકારી અને નડિયાદના એસીબીના ઈન્સપેક્ટર વી આર વસાવાએ ટ્રેપીંગ અધિકારી તરીકેની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે છટકું ગોઠવ્યું અને લાલચમાં અંધ વકીલ એસીબીના હાથે પંચની સાક્ષીમાં જ ઝડપાઈ ગયા હતા. એસીબીએ નાણાં રિકવર કરી વકીલ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(વીથ ઈનપુટઃ ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT