અંબાજીઃ 1 વર્ષના બાળકને ફેંકી પોતે કુદી જવાની હતી, જુઓ Video કેમના બચાવ્યા

શક્તિસિંહ રાજપૂત. અંબાજીઃ અંબાજીમાં આજે ગુરુવારે બપોરે એક કરુણ ઘટના બનતા બનતા રહી ગઈ હતી. જેમાં 1 વર્ષનું બાળક તેની માતાના જ હાથે એક કોમ્પલેક્ષના…

gujarattak
follow google news

શક્તિસિંહ રાજપૂત. અંબાજીઃ અંબાજીમાં આજે ગુરુવારે બપોરે એક કરુણ ઘટના બનતા બનતા રહી ગઈ હતી. જેમાં 1 વર્ષનું બાળક તેની માતાના જ હાથે એક કોમ્પલેક્ષના ટેરેસ પરથી ફેંકાવા જઈ રહ્યું હતું, સાથે જ તે માતા પણ જીવન ટુંકાવા જઈ રહી હતી. જેમનો બચાવ કરવામાં આવ્યો છે. જેઠ સાથેની માથાકુટમાં મહિલા જે પગલું ભરવા જઈ રહી હતી તે જોઈને સહુ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

દિલ્હી-પુણેની સ્પાઇસ જેટ ફ્લાઇટમાં બોમ્બની માહિતી, પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

એક તબક્કે 1 વર્ષના બાળકને લટકાવી દીધું
ગુજરાતના લોકપ્રિય પૈકીના એક શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ ધામમાં વિવિઘ માર્કેટ અને કોમ્પલેક્ષ આવેલા છે ત્યારે આજે ગુરુવારે બપોરે અંબાજી બસ સ્ટેન્ડ પાછળ આવેલાં બે માળના ગ્રામ પંચાયત કોમ્પલેક્ષના ધાબા પર એક મહિલા પોતાના એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા આવી હતી. મહીલા પોતાના એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા ધાબા ઊપર આવતા ભારે કુતુહુલ સર્જાયું હતું. આ લાઇવ દ્રશ્યો જોઈ લોકોના રૂંવાટા ઊભા થઇ ગયા હતા. આસપાસના લોકોએ મહિલાને સમજાવવા ભારે પ્રયાસ કર્યો હતો પરંતુ એક સમય માટે મહીલા પોતાના ફુલ જેવા 1 વર્ષના બાળકને ઉપરથી નીચે લટકાવી દીધો હતો ત્યારે પાસે દુકાન ધરાવતાં એક ભાઈ ઉપર જઇને મહિલાના બાળકને ખેંચી બચાવી લીધો હતો.

પાલનપુરના સરકારી વકીલ ફસાયા ACBના છટકામાંઃ કોર્ટ બહારની આવી ગોલમાલ પડી ભારે

મહિલાએ કહ્યું પતિ સાથે કોઈ અણબનાવ નથી
આમ બાળક બચી ગયા બાદ આ મહીલા જેનું નામ રજનીબેન સંજયકુમાર દંતાણી છે તેમને પણ ધાબા પરથી નીચે કૂદવાનો પ્રયત્ન કર્યો હતો. તે વખતે પણ ત્યાં હાજર દુકાનદાર ભાઈએ આ મહિલાને પણ બચાવી લીધી હતી. આ મહિલાનું કહેવું છે કે મારા સસરાનું પાલનપુર ખાતે 15 દીવસ અગાઉં ઓપરેશન કરાવવામાં આવ્યું હતું અને અમે પાલનપુર જઇને ખબર પણ કાઢી હતી. જોકે મારા જેઠ કાળુભાઇ દંતાણી તે બાબતને લઈને મને મારવા આવ્યા હતા. પીડિત મહિલા રજનીબેન સંજયકુમાર દંતાણીએ જણાવ્યું હતું કે મારા જેઠ, જેઠાણી અને મારા સાસુ મને મારવા આવ્યા હતા. આ ત્રાસના કારણે મેં મારા પુત્ર સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિ અને મારા વચ્ચે કોઇ જ અણબનાવ નથી. આ ઘટનાની જાણ અંબાજી પોલીસને થતા પીડિત મહિલા, તેનો પતિ અને તેના પુત્ર સાથે પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. અંબાજીના બજારમાં આ ઘટનાને પગલે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બંને લોકોના જીવ બચી જવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મહિલાના પતિ સંજય કુમાર દંતાણીએ પણ જણાવ્યું હતું કે, મારો શર્ટ પણ ફાડવામાં આવ્યો હતો અને અમારા ભાઈ, ભાભી અમારી સાથે અવાર નવાર ઝઘડા કરતા રહે છે. આમ સમયસૂચકતાથી માતા અને બાળકનો જીવ બચી ગયો હતો.

    follow whatsapp