लाइव
Gujarat News 8 January LIVE: વાઈબ્રન્ટને લઈને ગાંધીનગરમાં સરકારી કચેરીના સમયમાં ફેરફાર, PM મોદી આજથી ગુજરાત પ્રવાસે
Gujarat News 8 January LIVE Upates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
gujarat-latest-live-news-and-breaking-news-8-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 07:56 AM • 08 Jan 2001શેખ હસીના પાંચમી વખત બાંગ્લાદેશના PM બનશેબાંગ્લાદેશમાં શેખ હસીના ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300માંથી બે તૃતિયાંશ સીટો જીતી લીધી છે. શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે. તેઓ 2009થી વડાપ્રધાન છે. આ પહેલા 1991થી 1996 સુધી પણ શેખ હસીના વડાપ્રધાન રહી ચુક્યા છે.
- 07:42 AM • 08 Jan 2001વાઈબ્રન્ટને લઈને ગાંધીનગરમાં સરકારી કચેરીના સમયમાં ફેરફાર10મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં PM મોદીના હસ્તા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો શુભારંભ થવાનો છે. જેમાં દેશ-વિદેશના ડેલીગેટ્સ, ઉદ્યોગપતિઓ, રોકાણકારો તથા અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ કાર્યક્રમને લઈને ગુજરાત સરકારે ગાંધીનગરમાં સ્થિત વિવિધ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કર્યો છે. જે મુજબ તમામ સરકારી કચેરીઓ સવારે 10.30 વાગ્યાને બદલે હવે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.
- 07:37 AM • 08 Jan 2001બિલ્કીસ બાનોના દોષિતોને છોડી મુકવા મામલે આજે SCમાંથી આવશે ચૂકાદોબિલ્કીસ બાનોના દોષિતોની મુક્તિના મામલામાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. ઓગસ્ટ 2022 માં, ગુજરાત સરકારે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અંગે આજે નિર્ણય લેવાનો છે.
- 07:34 AM • 08 Jan 2001બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં આગબાંગ્લાદેશમાં આવેલા રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં ભીષણ આગ ફાટી નીકળી છે. દક્ષિણપૂર્વ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી શિબિરમાં આ આગ ફાટી નીકળી હતી. આગના કારણે લગભગ 800 આશ્રયસ્થાનો નાશ પામ્યા અને હજારો લોકો બેઘર થયા હોવાના અહેવાલો છે.
- 07:32 AM • 08 Jan 2001કેજરીવાલ અને ભગવંત માન આજે ચૈતર વસાવાને મળશેગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પંજાબના CM ભગવંત માન સાથે રાજપીપળાની જેલમાં બંધ ચૈતર વસાવાને મળશે. વન વિભાગના કર્મચારીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુનામાં ચૈતર વસાવાલ જેલમાં બંધ છે. બન્ને મુખ્યમંત્રી સવારે 10.15 કલાકે વડોદરાથી હેલિકોપ્ટરમાં રાજપીપળા આવશે.
- 02:02 AM • 08 Jan 2024PM મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત માટે આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર પહોંચીને તેઓ સીધા જ રાજભવન પહોંચશે. જ્યાં વડાપ્રધાન મોદી રાત્રિ રોકાણ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT