लाइव
Gujarat News 6 January LIVE: કેજરીવાલ જેલમાં ચૈતર વસાવાને મળવા જશે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કર્યા દ્વારકાધીશના દર્શન
Gujarat News 6 January LIVE Upates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
gujarat-latest-live-news-and-breaking-news-6-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 01:13 PM • 06 Jan 2001સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યાસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂર આજે ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરમાં પહોચ્યા હતા. ચીફ જસ્ટિસ દ્વારા ભગવાન દ્વારકાધીશના પાદુકાનું પૂજન અને મુખ્ય શિખર પર ધ્વજાજીની પૂજા અને આરોહણ કરવામાં આવ્યું હતું. દ્વારકા સહિત સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન બાદ રાજકોટ ખાતે નવી કોર્ટના લોકાર્પણના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.
- 01:13 PM • 06 Jan 2001કેજરીવાલ જેલમાં ચૈતર વસાવાને મળવા જશેદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે. કાલે 1 વાગ્યે નેત્રંગમાં તેઓ સભાને સંબોધન કરશે. આ બાદ પ્રદેશ આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની સમિક્ષા બેઠક કરશે. આ બાદ સવારે 11 વાગ્યે રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને મળવા જશે. આ મુલાકાત બાદ દિલ્લી જવા રવાના થશે.
- 08:04 AM • 06 Jan 2001ગુજરાતમાં કડકડતી ઠંડીની અસર જોવા મળીગુજરાતમાં કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી છે. નલિયામાં તાપમાનનો પારો 9 ડિગ્રી પર પહોંચ્યો છે. તો રાજકોટ 10.4, સુરેન્દ્રનગર 12.7, અમદાવાદ 13.8 અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લાંબા સમય બાદ ગુજરાતમાં શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો.
- 07:42 AM • 06 Jan 2001માંડવીના પૂર્વ MLA ધનજીભાઈ સેંઘાણીનું અવસાન, PMએ શોક વ્યક્ત કર્યોમાંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીનું અવસાન થયું છે. PM મોદીએ શુક્રવારે એક ટ્વીટ કરીને તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, માંડવીના ભૂતપૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના અવસાનના સમાચારથી દુઃખ થયું. ઈશ્વર તેમના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના… ૐ શાંતિ….!!
- 07:18 AM • 06 Jan 2001રાજસ્થાનના કોટામાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરીરાજસ્થાનમાં શુક્રવારે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મોડી રાત્રે કોટા જંકશન પાસે પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે રેલવે ટ્રેક પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી અને ઘણી ટ્રેનોને અન્ય ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, જોધપુર-ભોપાલ એક્સપ્રેસ ટ્રેન જોધપુરથી ભોપાલ જઈ રહી હતી, જ્યારે આ ટ્રેન શુક્રવારે મોડી રાત્રે કોટા જંકશન પર પહોંચી, તે જ સમયે અકસ્માત થયો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
- 07:43 AM • 06 Jan 2024રાજ્યમાં આગામી 8થી 10 જાન્યુઆરી વરસાદની આગાહીગુજરાતમાં આગામી 8થી 10 જાન્યુઆરી દરમિયાન વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT