Gujarat News LIVE Updates: PM મોદીએ રાષ્ટ્રપતિનું સોંપ્યું રાજીનામું, 8 જૂને લઈ શકે PM પદના શપથ

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

5 June Live News

5 June Live News

follow google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:33 PM • 05 Jun 2024
    મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસનું રાજીનામું

    મહારાષ્ટ્રમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ દેવેન્દ્ર ફડણવીસે જવાબદારી સ્વીકારીને ડેપ્યુટી મુખ્યમંત્રીને પદેથી રાજીનામાની રજૂઆત કરી.

  • 02:52 PM • 05 Jun 2024
    PM મોદીએ રાષ્ટ્રપતિનું સોંપ્યું રાજીનામું, 8 જૂને લઈ શકે PM પદના શપથ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું આપ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.

  • 12:16 PM • 05 Jun 2024
    અમરેલીના ધારીમાં સિંહે કર્યો વાછરડાનો શિકાર

    અમરેલીના ધારી નજીક મોરજર ગામમાં મોડી રાતે ગાયની ફરજામાં સિંહે પ્રવેશ કર્યો હતો અને વાછરડાનો શિકાર કર્યો હતો. જોકે અચાનક ફરજાનું બારણું બંધ થઈ જતા સિંહ પરેશાન થયો હત. એવામાં અંદર રહેલી ગાયે સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક ખેડૂત જાગી જતા તેણે બારણુ ખોલીને સિંહને જવાનો રસ્તો કરી આપ્યો હતો. શિકાર કરીને અંતે સિંહ મહામહેનતે ફરજામાંથી બહાર આવ્યો હતો. 

  • 09:54 AM • 05 Jun 2024
    આજથી ભારતના T20 WC અભિયાનનો પ્રારંભ

    આજથી ભારતના ટી-20 વર્લ્ડકપ અભિયાનનો પ્રારંભ થશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે મેચ રમાશે.

  • 09:48 AM • 05 Jun 2024
    નવસારીમાં વરસાદી માહોલ

    નવસારીના ગણદેવી-બીલીમોરા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

  • 09:47 AM • 05 Jun 2024
    સુરતના અનેક વિસ્તારમાં વરસાદી છાંટા

    સુરતમાં અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના વેડ રોડ, રિંગ રોડ તથા કતારગામ સહિતના વિસ્તારોમાં કાળા વાદળો સાથે વરસાદી છાંટા પડ્યા હતા. 

  • 09:45 AM • 05 Jun 2024
    NDA આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે

    NDA આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને 240 સહિત NDAને 292 સીટો મળી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 234 સીટ મળી છે.

follow whatsapp