Gujarat News 5 February LIVE: ઝારખંડમાં ચંપઈ સરકાર ફ્લોર ટેસ્ટ જીતી, PGVCL કચેરી બહાર ઉમેદરવારોને ન્યાય અપાવવા કોંગ્રેસ પ્રમુખ મેદાને

Gujarat News 5 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarattak
follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:18 PM • 05 Feb 2001
    ઝારખંડમાં ચંપઈ સરકાર ફ્લોર ટેસ્ટ જીતી
    ઝારખંડ વિધાનસભામાં નવી બનેલી ચંપઈ સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. સરકારની તરફેણમાં 47 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા.
  • 03:18 PM • 05 Feb 2001
    PGVCL કચેરી બહાર ઉમેદરવારોના ધરણા યથાવત, કોંગ્રેસ પ્રમુખ ન્યાય અપાવવા મેદાને આવ્યા
    PGVCL મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારોના ધરણાનો સતત 5મો દિવસ છે. ઉમેદવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઊર્જા મંત્રી કનું દેસાઈને પત્ર લખ્યો છે.
  • 09:49 AM • 05 Feb 2001
    ગુજરાતમાં ફરી માવઠાની આગાહી
    ગુજરાતમાં ઠંડી ઘટનાની સાથે જ તાપમાનમાં વધારો નોંધાતો જઇ રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે.
  • 09:47 AM • 05 Feb 2001
    મૌલાના મુફ્તી સલમાન અઝહરીને આજે જૂનાગઢ લવાશે
    મૌલાના મુફ્તી મહમદ સલમાન અઝહરીને આજે જૂનાગઢ લાવવામાં આવશે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસની ટીમ તેમને લઈને પહોંચે તેવી શક્યતા છે. નરસિંહ વિદ્યા મંદિર મેદાન ખાતે 31 જાન્યુઆરીએ ભડકાઉ ભાષણ આપવાના આરોપસર મુંબઈથી ગઈકાલે ગુજરાત ATSએ તેમની ધરપકડ કરી હતી. જૂનાગઢમાં કાલે જ રાત્રે ખાસ ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું.
  • 04:19 AM • 05 Feb 2024
    પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, 10 પોલીસકર્મીઓ શહીદ
    પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સામાન્ય ચૂંટણી પહેલા આતંકીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 10 પોલીસકર્મીઓના જીવ ગયા અને 6 ઘાયલ થયા છે. સવારની નમાજ પહેલા અજાણ્યા આતંકવાદીઓએ સ્નાઈપર્સ સાથે ગોળીબાર કર્યો અને પછી પોલીસ સ્ટેશનમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
follow whatsapp