लाइव
4 January Live News: રાજ્યના મુસાફરો માટે ST વિભાગની ભેટ, આટલી નવી બસોનો થશે સમાવેશ
4 January Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
gujarat-latest-live-news-and-breaking-news-4-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 07:14 PM • 04 Jan 2001રાજ્યના મુસાફરો માટે ST વિભાગની ભેટ, આટલી નવી બસોનો થશે સમાવેશGSRTC Bus : રાજ્યના તમામ મુસાફરોની સગવડતા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિણર્ય લેવામાં આવ્યો છે. રાજ્યના મુસાફરોને એસટી વિભાગની નવી 201 બસ મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાન ખાતેથી બસોને લીલીઝંડી આપવામાં આવી છે. નવીન 201 બસો માં 31 સ્લીપર બસો તો 170 સુપર એક્સપ્રેસ બસોને સમાવેશ કરવામાં આવશે.
- 05:12 PM • 04 Jan 2001કેપટાઉનમાં ભારતીય મહારથીઓએ રચ્યો ઈતિહાસ, બીજા જ દિવસે જીત મેળવી શ્રેણી બરાબર કરીભારતીય ટીમે કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં 7 વિકેટે જીત મેળવી છે. ભારતની આ જીતમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહનું મહત્વનું યોગદાન છે. સિરાજે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે બીજી ઈનિંગમાં 6 બેટ્સમેનોને આઉટ કરી જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ સાથે જ બે મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર કરી દીધી છે.
- 02:46 PM • 04 Jan 2001વાઈબ્રન્ટ સમિટ દરમિયાન PM મોદીનો અમદાવાદમાં રોડ શો યોજાઈ શકેવાયબ્રન્ટ ગુજરાત અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. PM નરેન્દ્ર અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરી શકે છે. આ દરમિયાન PM મોદી સાથે UAEના પ્રેસિડેન્ટ પણ ઉપસ્થિત રહી શકે છે. વિગતો મુજબ, આ રોડ શોનું આયોજન 9 જાન્યુઆરીએ થઈ શકે છે.
- 12:27 PM • 04 Jan 2001રાજ્યના 18થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળશે પ્રમોશનગુજરાતના પોલીસ તંત્રમાં હવે ગમે ત્યારે બઢતીની મોસમ ખીલશે. રાજ્યના 18થી પણ વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પ્રમોશન મળશે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ મલિક સહિત ચાર એડિશનલ ડીજી DG બની શકે છે. જેમાં મનોજ અગ્રવાલ, કે. એલ.ન રાવ અને હસમુખ પટેલને પણ DG તરીકે બઢતી મળી શકે છે. તો રાજયના 5 IG એડિશનલ ડીજી પણ બની શકે છે. બ્રિજેશ ઝા, અજય કુમાર ચૌધરી, વબાંગ જમીર, અભય ચુડાસમા અને સુભાષ ત્રિવેદીને રાજ્ય સરકાર એડિશનલ ડીજીનું પ્રમોશન આપી શકે છે. હાલ તુરંત પ્રમોશન આપી તમામ અધિકારીઓને મૂળ જગ્યાએ યથાવત રખાશે. સુરત પોલીસ કમિશનર અજય તોમર 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થાય ત્યારબાદ પોલીસ તંત્રમાં ફેરફારો આવી શકે છે. 10 પણ વધુ એસપીને પાછળથી બઢતી આપવામાં આવશે.
- 10:29 AM • 04 Jan 2001કેજરીવાલ 6 જાન્યુઆરીથી 3 દિવસના ગુજરાત પ્રવાસેદિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આગામી 6, 7 અને 8 જાન્યુઆરીએ તેઓ ગુજરાત પ્રવાસે આવશે. લોકસભાની ચૂંટણીને લઈને કેજરીવાલ ગુજરાતમાં કાર્યકર્તાઓ સંમેલન અને જનસભા કરશે. તેઓ જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને પણ મળશે.
- 09:34 AM • 04 Jan 2001ઘાતક બની પતંગની દોરીનર્મદામાં પતંગની દોરી વાગતા યુવકની દાઢીનો ભાગ ચિરાઈ ગયો. લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાતા 35થી 40 ટાંકા આવયા.
- 07:18 AM • 04 Jan 2001કુલગામમાં સેના-આતંકીઓ વચ્ચે મોડી રાતથી અથડામણજમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સ્થાનિક પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવી રહ્યા છે. હાલ કુલગામ જિલ્લાના હદીગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ આતંકવાદીઓએ પોતાના નાપાક પ્લાનને અંજામ આપવા માટે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી શરૂ કરી દીધી છે.
- 11:30 AM • 04 Jan 2024ED આજે કરી શકે કેજરીવાલની ધરપકડદિલ્હી દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આપવામાં આવેલા ત્રીજા સમન્સ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર થયા ન હતા. તેમણે પોતાનો લેખિત જવાબ EDને મોકલી આપ્યો હતો. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તપાસ એજન્સીની નોટિસ ગેરકાયદેસર છે. દરમિયાન AAP નેતાઓએ દાવો કર્યો છે કે ED આજે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને દરોડા પાડી શકે છે અને તેમની ધરપકડ પણ કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT