Gujarat News LIVE Updates: ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અધિકારીઓ ગંભીર આક્ષેપ, બોટાદમાં લોન આપવાના બહાને લાખોની છેતરપિંડી

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

Gujarat News Live

ગુજરાત ન્યૂઝ લાઈવ

follow google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:28 PM • 30 May 2024
    હરણાવ નદીમાં ડૂૂબી જતાં મોત

    સાબરકાંઠામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જે મુજબ મિનિ કાશ્મીર તરીકે ઓળખાતા પોળોમા હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થયા છે. 12 યુવાનો ન્હાવા પડેલા જે પૈકી બે લોકોના ડૂબી જતાં મોત નિપજ્યું છે. બંને મૃતકો ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના હતા.

  • 02:15 PM • 30 May 2024
    ભારત-પાકિસ્તાનની મેચ પર હુમલાની ધમકી

    ISIS ખોરાસાને ધમકીભર્યો વીડિયો જાહેર કરીને ભારત-પાકિસ્તાનની મેચ પર 'લોન વુલ્ફ' એટેક (એક જ હુમલાખોર દ્વારા કરવામાં આવતો હુમલો) કરવાની ધમકી આપી છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 9 જૂને ન્યૂયોર્કના આઈઝનહોવર પાર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હુમલાની ધમકી બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

  • 02:14 PM • 30 May 2024
    5 વર્ષના બાળકનું દુઃખદ શ્વાસ રુંધાતા મોત

    Banaskantha News:  બનાસકાંઠામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 5 વર્ષનું બાળક ગાડીમાં લોક થઈ જતાં શ્વાસ રુંધાતા બાળકનું મોત થયું છે. 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. 

  • 09:49 AM • 30 May 2024
    બોટાદમાં લોનના નામે છેતરપિંડી

    બોટાદમાં સબસિડીવાળી લોન આપવાના બહાને રૂપિયા 7,87,950ની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના 25 લોકોને લોન આપવાની બહાનું આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. જે બાદ ભુપતભાઈ વાળા, ચિરાગભાઈ મકવાણા, અરવિંદભાઈ ડાભી સામે બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોટાદ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ રૂપિયા 7,87,950ની છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
     

  • 09:46 AM • 30 May 2024
    મનસુખ વસાવાના આક્ષેપથી ખળભળાટ

    ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે. તેઓએ ફરી એકવાર અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે અધિકારીઓની રેતી માફિયાઓ સાથે મીલીભગત હોવાના આક્ષેપ કર્યા છે. ઝઘડિયાના ઉમલ્લા ગામે ઓવરલોડ વાહનોના કારણે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જે બાદ સાંસદ મનસુખ વસાવાએ પોલીસ, RTO, ભૂસ્તર વિભાગના અધિકારીઓ પર નિશાન સાધ્યું હતું. 

follow whatsapp