30 December Live News: થર્ટી ફર્સ્ટમાં દારૂ પીધેલા નબીરાઓને પકડવા પોલીસ સ્નિફર ડોગનો ઉપયોગ કરશે

30 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarattak
follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:43 PM • 30 Dec 2001
    થર્ટી ફર્સ્ટમાં નબીરાઓને પકડવા સ્નિફર ડોગનો ઉપયોગ કરાશે
    31 ડિસેમ્બરની ઉજવણી અંગે પોલીસે તૈયારીઓ કરી લીધી છે. થર્ડી ફર્સ્ટના બે દિવસ પહેલા પોલીસ કમિશ્નર અને એસપી રેન્જ IGની બેઠક મળી હતી. જે બાદ DGP વિકાસ સહાયે માહિતી આપી હતી કે, ન્યૂયરમાં દારૂ પીનારા નબીરાઓને પકડવા માટે સ્નિફર ડોગનો ઉપયોગ કરાશે. ઉપરાંત ગુજરાત પાસે 3 હજાર જેટલા બ્રેથ એનેલાઈઝર છે અને 14 ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઓવર સ્પીડીંગ માટે ઇન્ટરસેપ્ટ વાહનોનો ઉપયોગ કરવામા આવશે. સોશ્યલ મિડિયા પર પણ નજર રાખવામાં આવશે.શી ટીમ પણ બહેનોની સુરક્ષા માટે હાજર રહેશે.
  • 06:16 PM • 30 Dec 2001
    રાણપુર-બોટાદ રોડ પર અકસ્માત, 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત
    રાણપુર- બોટાદ મિલેટ્રી રોડ પર ડિઝલ રીક્ષા તેમજ ટેમ્પો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. મિલેટ્રી રોડ પર વાવડી ગામના પાટિયા નજીક અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં પેસેન્જર ભરેલી રીક્ષામાં સવાર આશરે 12 થી 15 લોકોને નાના-મોટી ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને 108ની મદદથી સરકારી સોનાવાલા હોસ્પિટલ તેમજ સબિહા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
  • 06:16 PM • 30 Dec 2001
    સુરતમાં સીટી બસના કંડક્ટરોની હડતાલ
    સુરતમાં સીટી બસના કંડક્ટરો હડતાલ પર ઉતર્યા છે. રેલવે સ્ટેશન ખાતે આવેલા બસ ડેપો પર કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે વિરોધ કર્યો હતો. જેમાં 40થી વધુ બસના કંડક્ટરો જોડાયા હતા. આ સાથે કંડકટર પર થતી ફરિયાદ મામલે પણ વિરોધ કરાયો હતો. બસમાં ટીકીટ વગર મુસાફર પકડાય છે તો કંડક્ટરની પેનલ્ટી કાપી લેવામાં આવે છે. હાલમાં બસ કંડક્ટરોને 9 હજાર જેટલો પગાર આપવામાં આવે છે.
  • 02:32 PM • 30 Dec 2001
    મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ
    PM Modi in Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશનના લોકાર્પણ અને 6 વંદે ભારત-2 અમૃત ટ્રેનને લીલીઝંડી બતાવ્યા બાદ PM મોદીએ અવધવાસીઓને વધુ એક મોટી ભેટ આપી છે. પીએમ મોદીના હસ્તે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટને થોડા દિવસ સુધી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. જે બાદ આ એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટને તૈયાર કરવામાં અંદાજે કુલ 1,450 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ કુલ 6500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
  • 01:39 PM • 30 Dec 2001
    ડાકોરમાં સ્થાનિકોનો વિરોધ
    ડાકોર શહેરમાં ઠેર-ઠેર ગટર ઉભરાઈ રહી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર સાંભળતું ન હોય તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા આજે નગરપાલિકાના પૂર્વ સદસ્ય સહિત રહીશોએ ગટરના ગંદા પાણીમાં બેસીને વિરોધ કર્યો.
  • 12:51 PM • 30 Dec 2001
    ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શૉનું ઉદ્ધાટન
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024' પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શૉનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્યમંત્રીશ્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.
  • 12:40 PM • 30 Dec 2001
    PM મોદીએ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ
    PM Modi in Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીની હસ્તે 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદી 8 કિમીનો રોડ શૉ કરીને અયોધ્યાધામ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં સૌથી પહેલા તેમના હસ્તે આયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રેલવે મંત્રી અશ્વિનિ વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.
  • 12:40 PM • 30 Dec 2001
    કચ્છમાં ટ્રક ડ્રાઈવરોનો વિરોધ
    કેન્દ્ર સરકારના કાયદા સામે કચ્છમાં ટ્રક ડ્રાઈવરોએ વિરોધ શરૂ કર્યો છે. અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે દસ વર્ષની કેદની સજાની જોગવાઈ સામે ટ્રક ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ટ્રક ડ્રાઇવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજિત 500 જેટલા ટ્રકો થંભી ગયા છે. સામખિયાળી ચેક પોસ્ટ પાસે હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો છે. ડ્રાઈવરોએ બંને તરફ નેશનલ હાઇવે જામ કરાયો છે. જામના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે.
  • 11:41 AM • 30 Dec 2001
    અયોધ્યામાં PM મોદીનો રોડ શો
    અયોધ્યામાં પીએમ મોદીનો રોડ શૉ ચાલી રહ્યો છે. જ્યારે પીએમનો કાફલો એરપોર્ટથી નીકળ્યો ત્યારે રસ્તાની બંને બાજુ ભીડ એકઠી થઈ ગઈ હતી. પીએમ બધાનું અભિવાદન સ્વીકારતા આગળ વધી રહ્યા છે. લોકો અહીં 'જય શ્રી રામ'ના નારા લગાવી રહ્યા છે.
  • 11:02 AM • 30 Dec 2001
    PM મોદી પહોંચ્યા અયોધ્યા
    નવા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા છે. થોડા સમય પહેલા તેમનું પ્લેન અહીં લેન્ડ થયું હતું. તેમનો કાફલો થોડીવારમાં આગળ વધશે અને તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉભા છે. તેઓ આજે અયોધ્યામાં લગભગ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપશે.
  • 10:34 AM • 30 Dec 2001
    કેન્સરની સારવાર માટે ભારતની પ્રથમ સિરપ તૈયાર
    ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (ACTREC)એ કેન્સરના દર્દીઓની સારવાર માટે ભારતની પ્રથમ સિરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરવામાં સફળતા મેળવી છે. કીમોથેરાપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યુરીન અથવા 6-MP)નું નામ 'પ્રીવેલ' (PREVALL) રાખવામાં આવ્યું છે. ACTRECના ડૉક્ટરોએ IDRS લેબ્સ, બેંગ્લોરના સહયોગથી આ દવા તૈયાર કરી છે. બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે. ખાસ કરીને બાળકોના કેન્સરની સારવારમાં પરંપરાગત ગોળીઓનો અસરકારક વિકલ્પ બની શકે છે
  • 10:33 AM • 30 Dec 2001
    બનાસકાંઠા જાસૂસીકાંડઃ ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
    બનાસકાંઠા જાસૂસીકાંડ મામલે એલસીબીની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. હવે કોર્ટે આ ત્રણેય આરોપીઓના ત્રણ દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આ ત્રણેયની આકરી પૂછપરછમાં બીજા પણ ઘણા નામો સામે આવી શકે છે. મહત્વનું છે કે, બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજના અધિકારીની સરકારી કારમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હતું. આ ટ્રેકર વડે સરકારી અધિકારીઓનું સતત લાઈવ લોકેશન મેળવાતુ અને તે વ્હોટસેપ ગ્રુપ દ્વારા ખનીજ માફિયાઓને મોકલવામાં આવતું હતું.
  • 09:48 AM • 30 Dec 2001
    ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત
    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.
  • 08:51 AM • 30 Dec 2001
    પીએમ મોદીના સ્વાગત માટે અયોધ્યા તૈયાર
    વડાપ્રધાનના સ્વાગત માટે અયોધ્યા તૈયાર છે. લોકો સ્થળ પર પહોંચવા લાગ્યા છે. રસ્તાઓને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. અહીં શંખ ​​નાદ અને ડમરુ વગાડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. અયોધ્યામાં દરેક ખૂણા પર સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે.
  • 08:22 AM • 30 Dec 2001
    CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાશે
    અમદાવાદ: આજથી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની થશે શરૂઆત, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાશે, 15 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો
  • 08:22 AM • 30 Dec 2001
    ભારતે લખબીરસિંહ લાંડાને જાહેર કર્યો આતંકવાદી
    ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના સભ્ય લખબીર સિંહ લાંડાને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. 33 વર્ષીય કેનેડિયન ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાએ 2021માં મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. આ સિવાય તે અન્ય ઘણી આતંકી ગતિવિધિઓમાં પણ સામેલ રહ્યો છે.
  • 07:25 AM • 30 Dec 2001
    PM મોદી આજે અયોધ્યાની મુલાકાતે
    અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પોંહચશે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રામનગરીને ખાસ ભેટ આપશે. PM મોદીએ અયોધ્યા શહેર માટે રૂ. 16 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
  • 07:25 AM • 30 Dec 2001
    રામનગરીમાં PM મોદીનું કરાશે ભવ્ય સ્વાગત
    ઉત્તર પ્રદેશ અને દેશની વિવિધ સંસ્કૃતિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે રામનગરીમાં અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ પર સંસ્કૃતિ વિભાગ પણ આ તૈયારીમાં વ્યસ્ત છે. પીએમ મોદીના અયોધ્યા આગમન પર શંખ અને ડમરુ પણ વગાડવામાં આવશે. સાથે જ એરપોર્ટથી ધર્મપથ, રામપથથી રેલવે સ્ટેશન સુધી કુલ 40 સ્ટેજ પર લગભગ 1400થી વધુ લોક કલાકાર સાસંકૃતિક કાર્યક્રમો રજૂ કરશે. સાથે જ એરપોર્ટ સભાસ્થળ પર પણ 30 લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રસધારા વહાવવામાં આવશે. રસ્તામાં કુલ 40 સ્ટેજ પર કલાકાર ન માત્ર પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કરશે, પરંતુ પોતાની પ્રસ્તુતીથી વડાપ્રધાન અને મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે.
  • 12:44 PM • 30 Dec 2023
    ભજનલાલ શર્મા કેબિનેટનું વિસ્તરણ
    રાજસ્થાનમાં ભાજપની ભજનલાલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવાર 30 ડિસેમ્બરે થશે. કેબિનેટમાં સામેલ થનારા ધારાસભ્યો બપોરે 3:30 વાગ્યે મંત્રી પદની શપથ લેશે. જોકે, કેટલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. તેમજ કેબિનેટમાં જે ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવશે તેમના નામ પણ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી.
follow whatsapp