Gujarat News 30 April LIVE Updates: રાજકોટના જસદણમાં ધાર્મિક કાર્યક્રમમાં 400થી વધુને ફૂડ પોઈઝનિંગ

Gujarat News 30 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

30 April Live News

30 April Live News

follow google news

Gujarat News 30 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:22 AM • 30 Apr 2024
    નર્મદા પચંકોશી પરિક્રમા સ્થગિત કરાઈ

    નર્મદાની પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડતા હંગામી બનાવેલા પૂલ પર નદીનું પાણી ફરી વળ્યું હતું. જેના કારણે સોમવારે રાતથી પરિક્રમા રોકી દેવામાં આવી છે. જેના કારણે પરિક્રમામાં આવેલા હજારો ભક્તો અટવાઈ પડ્યા હતા. પંચકોશી નર્મદા પરિક્રમા માત્ર 6 દિવસ બાકી રહ્યા છે.

  • 10:18 AM • 30 Apr 2024
    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવશે. તેઓ અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. રાત્રે 8 વાગ્યે તેઓ જનસભાને સંબોધન કરશે. 

  • 10:13 AM • 30 Apr 2024
    રાજકોટના જસદણમાં 400 લોકોને ફૂડ પોઈઝનિંગ

    રાજકોટના જસદણમાં આવેલા ગોખલાણા ગામમાં માતાજીના માંડવાના કાર્યક્રમમાં પ્રસાદ લીધા બાદ લોકોની તબિયત લથડી હતી. અંદાજે 400 જેટલા લોકોને ફૂટ પોઈઝનિંગની અસર જોવા મળતા સારવાર માટે સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

follow whatsapp