Gujarat News 3 April LIVE: રાહુલ ગાંધીએ વાયનાડથી ભર્યું લોકસભાની ચૂંટણીનું ફોર્મ

Gujarat News 3 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

3 April Live News

3 April Live News

follow google news

Gujarat News 3 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:31 PM • 03 Apr 2024
    રાહુલ ગાંધીએ વાયનાડથી ઉમેદવારી નોંધાવી હતી

    લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળના વાયનાડથી ઉમેદવારી નોંધાવી હતી. આ પહેલા તેમણે રોડ શો પણ કર્યો હતો, જેમાં પ્રિયંકા ગાંધીની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, 'હું પાંચ વર્ષ પહેલા વાયનાડ આવ્યો હતો, જ્યારે તમે મને સંસદ સભ્ય તરીકે ચૂંટ્યો હતો. તમે તરત જ મને તમારા પરિવારનો એક ભાગ બનાવી દીધો. વાયનાડના દરેક વ્યક્તિએ મને સ્નેહ, પ્રેમ અને સન્માન આપ્યું છે અને મને પોતાનો ગણ્યો છે.

  • 09:54 AM • 03 Apr 2024
    જામનગર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ

    લોકસભા ચૂંટણી પૂર્વે જામનગરમાં 'આપ'ના સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે. શહેર AAP પ્રમુખ કરસન કરમુર, ઉપપ્રમુખ આશિષ સોજીત્રા, આશિષ કટારીયા, અશ્વિન પ્રજાપતિ સહિત 18ના રાજીનામા પડ્યા છે. કેન્દ્રીય નેતૃત્વએ આપેલું કમિટમેન્ટ પૂરું ન થતાં તમામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ AAP પ્રમુખ ઈસુદાન ગઢવીને પત્ર લખીને તેમણે સામુહિક રાજીનામા આપ્યા છે. 

  • 09:52 AM • 03 Apr 2024
    કેન્દ્રિય મંત્રી રૂપાલા અને માંડવિયા દિલ્હી પહોંચ્યા

    કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે બંને દિલ્હી પહોંચ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં વિવાદ અને પ્રચાર વચ્ચે બંને મંત્રીઓ દિલ્હીમાં છે.

  • 09:41 AM • 03 Apr 2024
    તાઈવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ

    તાઈવાનની રાજધાની તાઈપેઈ બુધવારે જોરદાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 હતી. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના પછી જાપાનના બે ટાપુઓ પર સુનામી આવી. તાઈવાનમાં ભૂકંપ આવ્યાના લગભગ 15 મિનિટ બાદ જાપાનના યોનાગુઈ દ્વીપ પર લગભગ એક ફૂટ ઉંચી સુનામીની લહેર જોવા મળી હતી. જાપાનમાં સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

follow whatsapp