Gujarat News 28 January LIVE: પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઈંગ્લેન્ડની 28 રનથી જીત

Gujarat News 28 January LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarattak
follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:18 PM • 28 Jan 2001
    પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઈંગ્લેન્ડની 28 રનથી જીત
    પ્રથમ દાવમાં ભારતે 436 રન બનાવ્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.
  • 05:20 PM • 28 Jan 2001
    કચ્છમાં 4.7ની તીવ્રતાનો ભુકંપનો આંચકો
    આજે કચ્છમાં ભયંકર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4 વાગીને 44 મિનિટે 4.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આજે આવેલા ભુકંપના 4.7ની તીવ્રતાના આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી છે. ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભારે આંચકો અનુભવાતા લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા છે.
  • 05:09 PM • 28 Jan 2001
    નીતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા
    નીતીશ કુમાર 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. થોડી જ વારમાં રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ શરૂ થશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રાજભવન પહોંચ્યા છે.સીએમ સહિત 9 લોકો શપથ લેશે. ભાજપ તરફથી બે ડેપ્યુટી સીએમ સહિત 3 મંત્રી બનાવવામાં આવ્યા છે. જેડીયુના ખાતામાં મુખ્યમંત્રી અને 3 મંત્રીઓ છે. હમના એક ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્યને પણ મંત્રી પદ મળ્યું છે.
  • 05:06 PM • 28 Jan 2001
    ગુજરાત કોંગ્રેસમાં ગાબડુ
    ગુજરાત કોંગ્રેસમાં ગાબડુ પડ્યું છે. અમદાવાદ જિલ્લા પ્રમુખ બળવંત ગઢવીએ રાજીનામું આપ્યું છે. બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી લઈને તમામ હોદ્દાથી રાજીનામું આપ્યું છે. બળવંત ગઢવી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં વટવાથી કોંગ્રેસના ઉમેદવાર હતા.
  • 01:57 PM • 28 Jan 2001
    નીતિશ કુમારની સાથે 8 વધુ મંત્રીઓ શપથ લેશે
    જેડીયુ મહાગઠબંધનથી અલગ થઈ ગઈ છે અને ભાજપ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે. જીતનરામ માંઝીની HAM પણ આ સરકારમાં સામેલ છે. નીતિશ કુમાર આજે સાંજે રાજભવન ખાતે 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. નીતિશ કુમારની સાથે 2 નાયબ મુખ્યમંત્રી અને 6 કેબિનેટ મંત્રીઓ પદના શપથ લેશે. ભાજપ તરફથી સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા અને ડૉ. પ્રેમ કુમાર, JDU તરફથી વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ અને શ્રવણ કુમાર, HAM (HAM) તરફથી જીતન રામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમન અને અપક્ષ સુમિત સિંહ મંત્રી તરીકે શપથ લેશે.
  • 11:42 AM • 28 Jan 2001
    ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે આપ્યો 231 રનનો મુશ્કેલ ટાર્ગેટ
    IND vs ENG: હૈદરાબાદમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 420 રનમાં સમેટાઈ હતી. ઈંગ્લેન્ડની ટીમે 230 રનની લીડ લીધી હતી. ઓલી પોપ માત્ર 4 રન માટે બેવડી સદી ચુક્યો હતો. તે 196 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. ભારત તરફથી બીજી ઈનિંગમાં બુમરાહે 41 રનમાં 4, અશ્વિને 126 રનમાં 3, જાડેજાએ 131 રનમાં 2 તથા અક્ષર પટેલે 74 રનમાં 1 વિકેટ લીધી હતી. હવે ભારતને આ ટેસ્ટ જીતવા માટે 231 રનનો મુશ્કેલ ટાર્ગેટ મળ્યો છે.
  • 11:15 AM • 28 Jan 2001
    Nitish Kumar બિહારના મુખ્યપ્રધાન પદેથી આપ્યું રાજીનામું
    બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે પદ પરથી રાજીનામું આપ્યું છે. નીતિશ કુમાર રાજભવન જઈને રાજ્યપાલને મુખ્યપ્રધાનપદેથી રાજીનામાનો પત્ર સુપરત કર્યો છે.
  • 10:43 AM • 28 Jan 2001
    PM મોદી આજે ‘મન કી બાત’ નો 109મો એપિસોડ કરશે
    આજે 11 વાગ્યે પીએમ મોદી ‘મન કી બાત’ કાર્યક્રમનો 109મો એપિસોડ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દર મહિનાના છેલ્લા રવિવારે, મન કી બાત કાર્યક્રમ કરે છે. જેમાં દેશના વિભિન્ન પ્રાંતના પ્રેરણાદાયી પ્રસંગોની વાત કરીને લોકોને પ્રેરીત કરે છે.
  • 10:38 AM • 28 Jan 2001
    નીતિશ કુમાર રાજીનામું આપવાનું કર્યું એલાન
    Nitish Kumar એ ધારાસભ્ય દળની બેઠકમાં રાજીનામાની જાહેરાત કરી હતી.
  • 11:30 AM • 28 Jan 2024
    દિલ્હીના કાળકાજી મંદિરમાં મોટી દુર્ઘટના
    ગઈકાલે રાત્રે દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 17 લોકો ઘાયલ થયા છે અને 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. આ ઘટના રાત્રે 12:30ની આસપાસ બની હોવાની જાણકારી મળી રહી છે.
follow whatsapp