28 December Live News: ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ, પીઆઇ અને ડીવાયએસપીઓમાં મોટા પાયે બદલી આવશે

28 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarat-latest-live-news-and-breaking-news-28-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines

gujarat-latest-live-news-and-breaking-news-28-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines

follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:53 PM • 28 Dec 2001
    ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ, પીઆઇ અને ડીવાયએસપીઓમાં મોટા પાયે બદલી આવશે
    ગુજરાતના પોલીસ તંત્ર અને રેવન્યુમાં નવા વર્ષમાં આવશે મોટા પાયે ફેરફારો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને આપ્યો આદેશ 30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની થશે બદલી રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરી 31 જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવા તાકીદ ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ ,પીઆઇ અને ડીવાયએસપીઓ માં મોટા પાયે બદલી આવશે રેવન્યુમાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરોમાં પણ આવશે બદલી નો ઘાણવો ઇલેક્શન કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ તંત્રએ શરૂ કરી કવાયત
  • 05:40 PM • 28 Dec 2001
    જાપાનમાં ધરતી ધ્રૂજી, જોરદાર આંચકા અનુભવાયા, 6.3ની તીવ્રતા
    જાપાનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનના કુરિલ ટાપુઓમાં રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 3 દિવસમાં ત્રીજી વખત આજે ભૂકંપ આવ્યો છે, જેના કારણે લોકો ભારે ગભરાટમાં છે.
  • 05:05 PM • 28 Dec 2001
    દ્વારકામાં પોલીસનું નાક કપાયું
    દ્વારકામાં પોલીસ સ્ટેશનમાંથી જ વાહન ચોરી પોલીસની સરકારી જીપ લઇ અજાણ્યો શખ્સ ફરાર ચોરાયેલુ પોલીસનું વાહન જામનગરથી મળ્યું
  • 01:28 PM • 28 Dec 2001
    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 702 કેસ
    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 702 નવા કેસ નોંધાયા છે, જ્યારે 6 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ બે લોકોનો ભોગ લીધો છે, તો દિલ્હી, પશ્ચિમ બંગાળમાં એક-એક મોત થયા છે. ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી. હાલમાં ઘરમાં જ દર્દીઓને સારવાર અપાઈ રહી છે. અમદાવાદમાં આજે કોરોનાના 10 નવા કેસ નોંધાયા છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ અને નિકોલમાંથી બહાર આવ્યા છે. કોરોનાની ઝપટે ચડનારની ટ્રાવેલ હિસ્ટ્રી ગોવા, સીંગપોર અને ઓસ્ટ્રેલિયાની નીકળી છે.
  • 09:13 AM • 28 Dec 2001
    ઉમેદવારોના આંદોલન બાદ જેટકો ઝૂક્યું!
    ભરતી પ્રક્રિયા રદ કરવા મામલે વિદ્યાર્થીઓના આંદોલન બાદ જેટકો ઝૂક્યું છે. હવે ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ જ આપવી પડશે. અગાઉ લેખિત પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થઈ ચૂક્યા છે તેણે ફરી લેખિત નહીં આપવી પડે.
  • 09:11 AM • 28 Dec 2001
    ભાવનગરના સિહોરની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 4 લોકોને ઈજાગ્રસ્ત
    ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. સિહોર જીઆઇડીસીમાં આવેલ એમ.ડી રુદ્રા નામની ફેક્ટરીમાં મોડી રાત્રે કોઈ કારણોસર બ્લાસ્ટ થતા દુર્ઘટના બની હતી. જેના કારણે ત્યાં કામ કરી રહેલા ચાર મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં રાજુ ચૌહાણ, રાજ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોતમ ચૌહાણ નામના મજૂરોનો સમાવેશ થાય છે. તમામ મજૂરોને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છેે.
  • 09:09 AM • 28 Dec 2001
    વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ થશે
    ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. 1 ફેબ્રુઆરીએ શરૂ થનારું બજેટ સત્ર 7 માર્ચ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણી હોવાના કારણે બજેટ સત્ર વહેલા શરૂ થશે. બજેટ સત્ર દરમિયાન દસ દિવસ રજાના રહેશે અને 26 દિવસ કામકાજના રહેશે.
  • 07:27 AM • 28 Dec 2001
    કોંગ્રેસની સ્થાપનાને 138 વર્ષ પૂર્ણ, નાગપૂરમાં રેલી યોજાશે
    આજે 28મી ડિસેમ્બરે, કોંગ્રેસના 139માં સ્થાપના દિવસ પર, નાગપુરમાં 'હેં યાર હમ' નામની વિશાળ રાષ્ટ્રીય રેલી કાઢવામાં આવશે. રેલીમાં ભાગ લેવા માટે દેશભરના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો નાગપુર જઈ રહ્યા છે. રેલી દ્વારા કોંગ્રેસ સત્તા પરિવર્તનની હાકલ કરશે. આ રેલી લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત હશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ નેતાઓ નાગપુરમાં રેલીને સંબોધશે.
  • 03:37 AM • 28 Dec 2023
    MPમાં બસ અકસ્માતમાં 13 લોકોના મોત
    મધ્યપ્રદેશના ગુનાથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે બસમાં આગ લાગી હતી અને 13 લોકોના મોત થયા હતા. જ્યારે આ અકસ્માત થયો ત્યારે બસ ગુનાથી હારોન જઈ રહી હતી. બસમાં મુસાફરોની સંખ્યા 30 આસપાસ હતી.
follow whatsapp