Gujarat News 27 March LIVE: શિવસેનાએ લોકસભા માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા

Gujarat News 27 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

27 March Breaking News

27 March Breaking News

follow google news

Gujarat News 27 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:03 PM • 27 Mar 2024
    જામનગરમાં વકીલની હત્યાના કેસમાં 15 આરોપી પકડાયા

    જામનગરમાં જાણીતા વકીલ હારૂન પલેજાની હત્યા મામલે જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે, વકીલની હત્યામાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જામનગરની જાણીતા સાયચા ગેંગના 15 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. બેડી વિસ્તારમાં 13 માર્ચના રોજ જાણીતા વકીલની સરાજાહેર હત્યા કરાઈ હતી. હત્યા કેસમાં હજુ 7 આરોપીઓ પોલીસ પકડની બહાર છે. બાકીના આરોપીઓને એક સપ્તાહમાં ઝડપી લેવામાં આવશે.

  • 09:43 AM • 27 Mar 2024
    અમદાવાદમાં પાણી જન્ય રોગચાળાના કેસ વકર્યા

    અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસમાં અચાનક વધારો થયો છે. શહેરમાં 24 માર્ચ સુધીમાં ઝાડા-ઉલટીના 562 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે કમળાના 85, ટાઈફોઈડના 204 અને કોલેરાના 4 કેસ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે માર્ચ મહિનામાં આ આંકડો 504 કેસનો હતો. 

  • 09:41 AM • 27 Mar 2024
    કેજરીવાલના પત્નીની આજે પ્રેસ કોન્ફરન્સ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ આજે બપોરે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. તેઓ કેજરીવાલની ધરપકડને લઈને મોટા ખુલાસા કરી શકે છે.

  • 09:39 AM • 27 Mar 2024
    શિવસેનાએ મહારાષ્ટ્રમાં 17 ઉમેદવારો જાહેર કર્યા

    લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ બાલ ઠાકરે)એ 17 જેટલા ઉમેદવારોની યાદી બહાર પાડી છે. શિવસેનાના નેતા સંજય રાઉટે X પર ઉમેદવારોની યાદી પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

     

follow whatsapp