Gujarat News 26 February LIVE: CM ભૂપેન્દ્ર પટેલ તેલંગણામાં ચૂંટણી પ્રચાર કરશે, નર્મદા પરિક્રમમાં યુવતી લૂંટાઈ

Gujarat News 26 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

26 February Breaking News

26 February Breaking News

follow google news

Gujarat News 26 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:01 AM • 26 Feb 2024
    રાજકોટ અમદાવાદ વચ્ચે થશે ફલાઇટ શરૂ
    • 31 માર્ચથી રાજકોટ અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે 
    • ઇન્ડિગોની ફલાઇટ કરવામાં આવશે શરૂ
    • ફલાઇટનું બુકિંગ પણ શરૂ થયું 
    • ફલાઇટનું ભાડું 3160 રૂપિયા જેટલું રહેશે
    • અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરશે 
    • રાજકોટ એરપોર્ટ પરથી 3.50 વાગ્યે ટેક ઓફ થશે જ્યારે અમદાવાદથી 2.35 વાગ્યે ટેકઓફ થશે
  • 09:52 AM • 26 Feb 2024
    અમદાવાદનો આજે સ્થાપના દિવસ

    અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 613 વર્ષ પૂર્ણ થયા છે. 26 ફેબ્રુઆરી 1411ના દિવસે અમદાવાદ શહેરની સ્થાપના અહમદશાહે કરી હતી. 

  • 09:43 AM • 26 Feb 2024
    CM ભૂપેન્દ્ર પટેલ 2 દિવસના તેલંગણા પ્રવાસે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસના તેલંગણા પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ તેલંગણામાં ભાગ્યલક્ષ્મી કસ્ટર ખાતે ચૂંટણી પ્રચાર કરશે. આ દરમિયાન તેઓ જનસભાને સંબોધન કરશે અને ગુજરાતી સમાજ સાથે સંવાદ, બેઠક અને ભોજનના કાર્યક્રમમાં હાજરી આપશે. ખાસ છે કે, CM ભૂપેન્દ્ર પટેલની તેલંગણામાં સ્ટાર પ્રચારક તરીકે પસંદગી થઈ છે.

  • 09:41 AM • 26 Feb 2024
    નર્મદાની પરિક્રમા કરતા યુવતી લૂંટાઈ
    • નર્મદા નદી કિનારે પરિક્રમા વાસી સાથે લૂંટની ઘટના. 
    • મોબાઈલ અને રોકડા 40 હજારની લૂંટ થઈ
    • નર્મદા મૈયા ની પરિક્રમા  કરવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે
    • સ્મિતા કરુંનેસ રાગણેકર મહારાષ્ટ્રના પુનાના નર્મદા પરિક્રમા માટે આવ્યા હતા.
    • રામપુરા કીડી મકોડી ઘાટ નજીક અજાણ્યો યુવક બેગ ખૂંચવી ભાગી ગયો હતો.
  • 09:39 AM • 26 Feb 2024
    ખેડૂત આંદોલનને લઈને યમુના એક્સપ્રેસ વે પર એલર્ટ

    MSP સહિતની અનેક માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોનો વિરોધ ચાલુ છે. પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર 13 ફેબ્રુઆરીથી ખેડૂતો ઉભા છે. દરમિયાન સંયુક્ત કિસાન મોરચા (SKM) આજે 'WTO ક્વિટ ડે' ઉજવવા જઈ રહી છે. આ અંતર્ગત ખેડૂતો બપોરે 12 થી 4 વાગ્યા સુધી રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર તેમના ટ્રેક્ટર પાર્ક કરશે. જો કે, ખેડૂતોનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન ટ્રાફિક જામ થવા દેવામાં આવશે નહીં, પરંતુ તેમ છતાં પોલીસ એલર્ટ મોડ પર છે.

follow whatsapp