26 December Live News: ઈઝરાયેલ એમ્બેસીની પાછળ બ્લાસ્ટ થયાની માહિતી, સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે હાજર

26 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarattak
follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:28 PM • 26 Dec 2001
    લાંબા સમય બાદ અમદાવાદમાં કોરોનાથી મોત
    અમદાવાદમાં કોરોનાથી લાંબા સમય બાદ મોત 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી થયું મોત દરિયાપુરના વૃદ્ધાનું કોરોનાથી મોત થયું
  • 07:52 PM • 26 Dec 2001
    ઈઝરાયેલ એમ્બેસીની પાછળ બ્લાસ્ટ થયાની માહિતી, સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે હાજર
    નવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયેલ એમ્બેસીની પાછળના ખાલી પ્લોટમાં બ્લાસ્ટ થયાની માહિતી સામે આવી છે.ત્યારથી સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે હાજર છે.
  • 07:06 PM • 26 Dec 2001
    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ આવશે ગુજરાત
    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી 7 જાન્યુઆરીઓના રોજ ગુજરાતમાં સભા કરશે. 7 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલની સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવવાના છે. સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા લોકોના પ્રિય નેતા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ તેમના મત વિસ્તારમાં જનસભા સંબોધશે.
  • 06:40 PM • 26 Dec 2001
    RBI ગવર્નર અને નાણામંત્રીના રાજીનામાની માંગણી
    આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં કુલ 11 સ્થળોએ બોમ્બ મુકવામાં આવશે. આ સાથે RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારામનના રાજીનામાની માંગણી કરવામાં આવી છે.
  • 05:23 PM • 26 Dec 2001
    દેશમાં JN.1 વેરિઅન્ટના 69 કેસ, તમિલનાડુમાં સૌથી વધુ
    દેશમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થતો જાય છે. કોવિડ-19ના નવા વેરિઅન્ટના JN.1ના 69 કેસ છે. સૌથી વધુ તમિલનાડુમાં 34 છે. મહારાષ્ટ્રમાં 9, ગોવામાં 14, કેરળમાં 6 અને તેલંગાણામાં 2 કેસ છે.
  • 05:23 PM • 26 Dec 2001
    મુંબઈમાં RBI સહિત 11 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
    મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને બોમ્બની ધમકી આપવામાં આવી છે. RBI ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર ખિલાફત ઈન્ડિયા સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો છે.
  • 02:44 PM • 26 Dec 2001
    અમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને ભાજપ આગેવાનની કારને નડ્યો અકસ્માત
    મહીસાગર જિલ્લામાં અમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને ભાજપ આગેવાનની કારને અકસ્માત નડ્યો હતો. વીરપુર બાલાસિનોર હાઇવે નજીક ડુંગરીપૂરા ગામ પાસે રાધુસિંહ પરમારની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાધુસિંહ પરમારને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. બાલાસિનોર રુલર પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ હાથ ધરી છે.
  • 02:44 PM • 26 Dec 2001
    યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું
    પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ ખાતે પૂનમને લઈને વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ફુલગુલાબી ઠંડી વચ્ચે પણ પૂનમ ભરવા આવતાં આસ્થાળુઓએ મંગળા આરતીના દર્શન કર્યા હતા.
  • 02:00 PM • 26 Dec 2001
    જેટકો ભરતી: ઉમેદવારો ફરી વિદ્યુત ભવન પહોચ્યા
    જેટકો ભરતી વિવાદ ઉમેદવારોને અપાયેલ બાંહેધરીના 48 કલાક પૂર્ણ થતા પાસ થયેલા ઉમેદવારો વિદ્યુત ભવન ખાતે પહોંચ્યા હતા. ગત 22મી તારીખના રોજ એમડી સાથે મુલાકાત થઈ હતી અને 48 કલાકમાં જ જવાબ આપવાની બાંહેધરી અપાઇ હતી. જોકે આપેલ સમય મર્યાદા પૂર્ણ થતા ઉમેદવારો વધુ એક વખત જેટકોની કચેરી ખાતે પહોંચ્યા હતા. હકારાત્મક જવાબ નહીં મળે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે જશે.
  • 02:00 PM • 26 Dec 2001
    પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને દંડકને હટાવ્યા
    પાટણના MLA કિરીટ પટેલના રાજીનામાની ચીમકી બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. જિલ્લા પંચાયતના દંડક પદેથી મંજુલાબેન રાઠોડને હટાવી દેવામાં આવ્યા છે.
  • 08:37 AM • 26 Dec 2001
    વડોદરાના બે જૂથ વચ્ચે પથ્થરમારો
    વડોદરાના છાણી જકાત નાકા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ છુટાહાથની મારામારી અને પથ્થરમારાની ઘટના બની હતી. જેના લીધે બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કરતા એક યુવકને ઈજા પહોંચી હતી. તો ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું.
  • 07:28 AM • 26 Dec 2001
    India Vs South Africa 1st Test: ભારતીય ટીમ 31 વર્ષથી જીત માટે આતુર છે...
    રોહિત બ્રિગેડ આજે ઈતિહાસ રચવા નીકળશે. ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે રમાશે. આ મેચ સેન્ચુરિયનમાં ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ 1992 થી દક્ષિણ આફ્રિકાની ધરતી પર દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી રમી રહી છે, પરંતુ તે અત્યાર સુધી એક પણ શ્રેણી જીતી શકી નથી.
  • 07:24 AM • 26 Dec 2001
    લદ્દાખમાં ભૂકંપનો આંચકો આવ્યો
    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ મુજબ મંગળવાર સવારે 4.33 વાગ્યે લેહ, લદ્દાખમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 01:09 PM • 26 Dec 2023
    ફ્રાંસમાં ફસાયેલું ભારતીય યાત્રીઓ સાથેનું વિમાન મુંબઈ પહોંચ્યું
    માનવ તસ્કરીની આશંકાથી ચાર દિવસ પહેલા ફ્રાંસમાં અટકાવાયેલું ચાર્ટર પ્લેન આખરે મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિમાન 276 મુસાફરો સાથે ભારત પહોંચ્યું હતું, જેમાંથી મોટાભાગના ભારતીયો છે. એરક્રાફ્ટ એરબસ A340 એ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પરથી બપોરે 2.30 વાગ્યે ઉડાન ભરી હતી અને મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે મુંબઈમાં લેન્ડ થયું હતું.
follow whatsapp