Gujarat News 24 January LIVE: 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી જૂનાગઢમાં યોજાશે, TMCએ INDIA એલાયન્સથી છેડો ફાડ્યો

Gujarat News 24 January LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarattak
follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 12:33 PM • 24 Jan 2001
    જૂનાગઢમાં કરાશે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
    75માં પ્રજાસત્તાક દિવસની ગુજરાત રાજ્યની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. આજે IG નિલેશ જાજડિયા, એસ.પી હર્ષદ મહેતા, કલેકટર અનિલ રાણાવસિયા તેમજ કમિશનર રાજેશ તન્નાએ તૈયારીનું ફાઈનલ રિહર્સલ નિહાળ્યું હતું. પ્રજાસત્તાક દિનને લઈ પોલીસ તાલીમ મેદાનમાં ભવ્ય તૈયારી કરાઈ રહી છે. ખાસ કરીને કોસ્ટ ગાર્ડ, બાઈક કરતબ, મહિલા પોલીસ દ્વારા શૌર્ય , સ્ટેચ્યુ ઓફ યુનિટી , ચંદ્રયાન સિદ્ધિ સહિતના ભવ્ય કાર્યક્રમ યોજાશે. મધ્યપ્રદેશના પોલીસ જવાનો દ્વારા ખાસ પ્રસ્તુતિ જેવા વિવિધ કાર્યક્રમો પ્રથમ વખત જૂનાગઢ ખાતે યોજાશે.
  • 12:33 PM • 24 Jan 2001
    TMCએ INDIA એલાયન્સથી છેડો ફાડ્યો
    INDIA Alliance: લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ગઠબંધન 'INDIA'ને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ 'એકલા ચલો'નો નારો આપ્યો છે. મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે TMC લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે.
  • 09:51 AM • 24 Jan 2001
    અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટેન્કર પલટ્યું, 1નું મોત
    ખેડામાં ઇન્દોર-અમદાવાદ હાઇવે પર સેવાલિયા પાસે અકસ્માતની ઘટના બની છે. ડીઝલ ભરેલું ટેન્કર કાર સાથે અથડાઈને પલટી ગયું હતું. જેના પહલે હજારો લીટર ડીઝલ રોડ પર ઢોળાયું હતું. ટેન્કર રોંગ સાઈડમાં પલટી જતાં રોડ પરથી જઈ રહેલ એક વ્યકિત ટેન્કર નીચે દબાઈ ગઈ હતી. પોલીસે ક્રેઈન બોલાવી ટેન્કરને ઉપાડીને તેમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ અકસ્માતમાં ટેન્કર નીચે દબાયેલ 17 વર્ષના અલ્તાફનું મોત થયું હતું. અકસ્માતને પગલે પોલીસે એક તરફનો વાહનવ્યવહાર બંધ કરી દીધો હતા. અકસ્માત બાદ ટેન્કર ચાલક અને ક્લીનર ફરાર થઈ ગયા.
  • 09:51 AM • 24 Jan 2001
    આસામમાં રાહુલ ગાંધી સહિત 3 કોંગ્રેસી નેતાઓ સામે FIR
    આસામમાં રાહુલ ગાંધી, કે.સી વેણુગોપાલ અને કન્હૈયા કુમાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કોંગ્રેસ નેતાઓ સામે હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન અને પોલીસ કર્મચારીઓ પર હુમલાને સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
  • 07:03 AM • 24 Jan 2024
    અયોધ્યામાં બીજા દિવસે પણ રામલલ્લાના દર્શને ઉમટી ભક્તોની ભારે ભીડ
    અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે પણ રામલ્લલાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
follow whatsapp