Gujarat News 24 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 02:59 PM • 24 Feb 2024AAP ઉમેદવાર ઉમેશ મકવાણા નીતિન પટેલને પગે લાગ્યા
INDIA ગઠબંધનને લઈને ભાવનગર લોકસભા AAPના ઉમેદવારે પ્રતિક્રિયા આપી છે. બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર લોકસભા સીટ પર AAPના ઉમેદવાર છે. ઉમેશ મકવાણાએ સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ઉમેશ મકવાણાએ નીતિન પટેલને ચરણ સ્પર્શ કરીને તેમના પણ આશીર્વાદ મેળવ્યા હતા.
- 09:54 AM • 24 Feb 2024PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આજે રાત્રે તેઓ જામનગર પહોંચશે. ત્યાં રાત્રિ રોકાણ કરીને આવતીકાલે સિગ્નેચર બ્રિજનો ખુલ્લો મુકશે. આ બાદ તેઓ રાજકોટમાં પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
- 09:50 AM • 24 Feb 2024અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ખાનગી લકઝરી બસે પલ્ટી ખાધી. અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા, તો ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
- 09:48 AM • 24 Feb 2024AAP-કોંગ્રેસ વચ્ચે 5 રાજ્યોમાં ગઠબંધન નક્કી!
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન લગભગ નક્કી થઈ ગયું છે. દિલ્હી ઉપરાંત ગુજરાત, ગોવા, ચંદીગઢ અને હરિયાણામાં ગઠબંધનની જાહેરાત કરવા માટે બંને પક્ષોના નેતાઓ આજે સવારે 11:30 વાગ્યે સંયુક્ત પત્રકાર પરિષદ યોજશે.
ADVERTISEMENT