Gujarat News 23 January LIVE: કર્પૂરી ઠાકુરને મળશે મરણોપરાંત ભારત રત્ન, જન્મજયંતિએ મળ્યું બહુમાન

Gujarat News 23 January LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarattak
follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:56 PM • 23 Jan 2001
    કર્પૂરી ઠાકુરને મળશે મરણોપરાંત ભારત રત્ન, જન્મજયંતિએ મળ્યું બહુમાન
    બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરનું મરણોપરાંત સન્માન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એવોર્ડ આપવાનું એલાન કર્યું છે.
  • 08:54 PM • 23 Jan 2001
    ગિફ્ટ સીટી ખાતે 27 અને 28 તારીખે યોજાશે ફિલ્મ ફેયર એવોર્ડ
    ફિલ્મ ફેયર એવોર્ડ માટે તૈયારીઓ કરાઈ. ગિફ્ટ સીટી ખાતે 27 અને 28 તારીખે એવોર્ડ કાર્યક્રમ યોજાશે. હોલીવુડ અને બૉલીવુડના અભિનેતા હાજરી આપશે. તમામ ટેકનોલોજી સાથે અવોર્ડને લઈને તૈયારીઓ શરૂ કરાઇ 27 જાન્યુઆરીએ ટેક્નિકલ એવોર્ડ મહાત્મા મંદિર ખાતે યોજાશે. 28 તારીખે સાંજે 7 થી 11 સુધી ગિફ્ટસિટીમાં કાર્યક્રમ યોજાશે.
  • 05:51 PM • 23 Jan 2001
    કોંગ્રેસમાં વધુ એક ગાબડું, પીઢ નેતા ભાજપમાં જોડાશે
    અરવલ્લી જિલ્લામાં વધુ એક પીઢ કોંગ્રેસી નેતાનું રાજીનામું પડ્યું છે. મેઘરજના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય જતિન પંડ્યાએ રાજીનામું આપ્યું છે. જતિન પંડ્યા 3 ટર્મથી મેઘરજ જી.પંના સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર છે. તેમના પત્ની રૂપલ બેન પંડ્યાએ પણ રાજીનામું આપ્યું છે. રૂપલ બેન પંડ્યા પણ જીલ્લા મહિલા કોંગ્રેસના ઉપ પ્રમુખ છે. પતિ-પત્ની બંને સહિત 500 કરતા વધુ કાર્યકરો આવતીકાલે કેસરિયો ધારણ કરશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સી.આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે.
  • 05:51 PM • 23 Jan 2001
    1600 રૂપિયામાં 3 દિવસ અયોધ્યામાં દર્શનની સુવિધા, BJP કરાવશે યાત્રા
    બનાસકાંઠા: પાલનપુરમાં ભાજપના ચૂંટણી લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટનમાં અયોધ્યાને લઈને જાહેરાત કરવામાં આવી છે. 31 જાન્યુઆરી અને 3 ફેબ્રુઆરીએ અયોધ્યા માટે સ્પેશ્યલ ટ્રેન જશે. જેમાં જિલ્લાના તમામ લોકોને અયોધ્યા રામ મંદિર માટે જવા આહવાન કરાયું છે. 1600 રૂપિયામાં ત્રણ દિવસ રહેવા જમવા અને દર્શનની અયોધ્યામા સુવિધા થશે. અયોધ્યા દર્શન માટે લોકોને રજીસ્ટ્રેશન માટે આહવાન કરાયુ છે.
  • 12:52 PM • 23 Jan 2001
    બોટાદમાં દબાણની 47 દુકાનો તોડવાની કામગીરી શરૂ
    બોટાદના બરવાળામાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે મામલતદારની કડક કાર્યવાહી. બરવાળા શહેરના નાવડા રોડ વિસ્તારમાં તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી. શહેરની દીવાની અને ફોજદારી કોર્ટ સામે આવેલ ગેરકાયદેસર દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ. 47 જેટલી દુકાનોને તોડવાની કામગીરી શરૂ. સરકારી જમીન પર અનઅધિકૃત બાંધકામો કરી દુકાનો બનાવી હતી.
  • 12:52 PM • 23 Jan 2001
    HTATના મુખ્ય શિક્ષકો આંદોલનના માર્ગે
    HTATના મુખ્ય શિક્ષકો દ્વારા વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નનોને લઈને આંદોલન શરૂ કરાયું છે. શિક્ષકોએ રેલી કાઢીને કલેકટરને આવેદન આપ્યું હતું. શિક્ષકોની મુખ્ય માંગો - HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરો - ⁠તાલુકા અને જિલ્લા ફેરબદલી સત્વરે કેમ્પ થાય - જૂની પેંશન યોજના લાગુ કરો - નોકરીના નીતિ નિયમો સ્પષ્ટતા પૂર્વક જાહેર કરો - પગાર વિસંગતા દૂર કરો - કેળવણી નિરીક્ષકની ભરતીમાં રેશિયો 1:1 કરો
  • 11:22 AM • 23 Jan 2001
    Ram Mandir: ભક્તોની ભારે ભીડના કારણે મંદિરના કપાટ બંધ કરાયા
    અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોડી રાતથી ભક્તો તેમના દર્શન માટે મંદિરની બહાર લાઈને લગાવીને ઊભા હતા. સવારથી તેમને દર્શન માટે પ્રવેશ અપાતો હતો. પરંતુ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ વધી જતા 2 વાગ્યા સુધી મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા છે.
  • 10:10 AM • 23 Jan 2001
    જે.પી નડ્ડા આજે અમિત શાહના કાર્યાલયનો પ્રારંભ કરાવશે
    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P નડ્ડા આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે ગુજરાતની 26 લોકસભા બેઠકનાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયને શરૂ કરાવશે. ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ જે.પી નડ્ડાનાં હસ્તે કરાશે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ હાજર રહેશે.
  • 10:10 AM • 23 Jan 2001
    EDએ ઝારખંડના CM હેમંત સોરેનને ફરી પાઠવ્યું સમન્સ
    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને EDએ વધુ એક વખત સમન્સ પાઠવ્યું છે. સમન્સમાં હેમંત સોરેનને 27 થી 31 જાન્યુઆરી વચ્ચે પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવા કહેવાયું છે.
  • 12:21 AM • 23 Jan 2024
    અમેરિકાના શિકાગોમાં ફાયરિંગમાં 8 લોકોના મોત
    અમેરિકાના શિકાગોમાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં બે જગ્યાએ સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવે છે. આ ઘટના ઈલિનોઈસ રાજ્યમાં શિકાગો નજીક સ્થિત જોલિએટમાં બની હતી. સોમવારે પોલીસે જણાવ્યું હતું કે, બે ઘરની અંદર 8 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની માહિતી મેળવી હતી. અમેરિકન પોલીસનું કહેવું છે કે, તેઓ હુમલાખોરને શોધી રહ્યા છે. તે મૃત્યુ પામેલા લોકોના પરિવારને પહેલેથી જ જાણતો હતો.
follow whatsapp