23 December Live News: કેજરીવાલ સરકાર સામે CBI તપાસના આદેશ, IPL 2024માંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડ્યા

23 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarat-latest-live-news-and-breaking-news-22-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines

gujarat-latest-live-news-and-breaking-news-22-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines

follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:09 PM • 23 Dec 2001
    IPL 2024માંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડ્યા
    IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2024માંથી બહાર થઈ શકે છે. જો પંડ્યા IPLમાંથી બહાર થશે તો મુંબઈની ચાલ તેના પર ભારે પડશે. હકીકતમાં ICC વર્લ્ડ કપ 2023 દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ હજુ એકદમ ફીટ થયા નથી. BCCIના એક સૂત્રએ જણાવ્યું કે, પંડ્યાની ઈજા હજુ પણ ગંભીર છે, તેથી તેઓ સમગ્ર આઈપીએલ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.
  • 02:29 PM • 23 Dec 2001
    કેજરીવાલ સરકારની વધી મુશ્કેલીઓ
    કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. કથિત દારૂ કૌભાંડમાં ઘણા નેતાઓ સામે કાર્યવાહી બાદ હવે વધુ એક ગંભીર કેસમાં CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આપ્યા છે. આ મામલો સરકારી હોસ્પિટલમાં દવાઓની ખરીદી સાથે સંબંધિત છે જેમાં નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
  • 01:19 PM • 23 Dec 2001
    તેજસ્વી યાદવને EDનું તેડું
    લેન્ડ ફોર જોબ કેસમાં RJD નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી છે. ઈડીએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નવું સમન્સ મોકલ્યું છે. એજન્સીએ તેમને 5 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. અગાઉ EDએ તેજસ્વીને 22 ડિસેમ્બરે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા.
  • 11:44 AM • 23 Dec 2001
    ગુજરાતકમાં વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા
    ગુજરાતમાં પણ કોરોના સતત ડરાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં પાંચમાં નંબરે છે. કાલ કરતાં આજે ત્રણ કેસમાં વધારો થયો છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 12 કેસ નોંધાય છે. જે બાદ કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 44 પર પહોંચી ગઈ છે.
  • 10:23 AM • 23 Dec 2001
    આણંદ ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી સસ્પેન્ડ
    આણંદ એસ.ટી ડેપોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા આકસ્મિક મુલાકાત લીધી હતી. આણંદ નવા બસ સ્ટેન્ડની મુલાકાતમાં એસટી ડેપો મેનેજરની ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. હર્ષ સંઘવીની મુલાકાતના ગણતરીના દિવસમાં જ વહીવટી કચેરીએ આણંદ ડેપો મેનેજર કમલેશ શ્રીમાળીને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ પેટલાદ ડેપો મેનેજર બી. ડી. રબારીને આણંદ ડેપો મેનેજર તરીકે વધારાનો ચાર્જ સોંપવાનો હુકમ કર્યો છે.
  • 09:34 AM • 23 Dec 2001
    રાજકોટમાં બનશે લાયન સફારી પાર્ક
    રાજકોટમાં દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા 33 હેક્ટર જગ્યામાં 30 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2026માં જીપમાં બેસીને લોકો સિંહદર્શન કરી શકશે. આજીડેમ અને પ્રદ્યુમન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મુકવામાં આવશે.
  • 09:10 AM • 23 Dec 2001
    વિવેક બિન્દ્રા વિરુદ્ધ ફરિયાદ
    પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ સેક્ટર-126 પોલીસ સ્ટેશનમાં પત્ની સાથે મારામારી કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના ભાઈએ નોંધાવેલી એફઆઈઆર મુજબ, માર માર્યા બાદ મહિલાની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં ઘણા દિવસો સુધી સારવાર કરવામાં આવી હતી. વિવેક બિન્દ્રાની પત્નીના કાનનો પડદો પણ ફાટી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે. વિવેક બિન્દ્રા વિરુદ્ધ 14 ડિસેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ શુક્રવારે ખબર પડી કે મોટિવેશનલ સ્પીકર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
  • 08:16 AM • 23 Dec 2001
    જમ્મુ-કાશ્મીર: મોર્ટાર વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત
    જમ્મુ અને કાશ્મીરના સાંબામાં મોર્ટાર શેલના વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે . તો આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. સાંબાના SSP બેનમ તોષે તેને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત સ્થિર છે. તેને જીએમસી જમ્મુમાં ખસેડવામાં આવ્યો છે.
  • 07:46 AM • 23 Dec 2001
    પીઆઈએ એક્ટિવાને મારી ટક્કર
    ગાંધીનગરના કુડાસણમાં પોલીસ ભવનમાં ફરજ બજાવતા પીઆઈએ એક્ટિવાને મારી ટક્કર, અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મહિલાનું મોત, કુડાસણની મહાલક્ષ્મી સોસાયટી નજીક બન્યો બનાવ, જે.ડી મેવાડા અગાઉ ગાંધીનગરના પીઆઈ હતા.
  • 07:02 AM • 23 Dec 2001
    મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ
    જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે સાંજે પૂંછમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. જે બાદથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
  • 09:38 AM • 23 Dec 2023
    ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો
    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે જલ્દી સુનાવણી કરવાની ટ્રેમ્પની વિનંતીને ફગાવી દીધી છે. હકીકતમાં, તાજેતરમાં નીચલી કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા હતા. નીચલી કોર્ટના નિર્ણયને પડકારતાં ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને વિનંતી કરી કે આ કેસની સુનાવણી જલ્દી કરવામાં આવે, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી.
follow whatsapp