Gujarat News LIVE Updates: ગૃહ મંત્રાલયની ઈમારતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અધિકારીઓ થયા દોડતા

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

live news

લાઈવ ન્યૂઝ

follow google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:40 PM • 22 May 2024
    ગૃહ મંત્રાલયની બિલ્ડિંગને બોમ્બથી ઉડાવાની ધમકી

    દિલ્હીમાં સ્કૂલો બાદ હવે ગૃહ મંત્રાલયની બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ પછી સુરક્ષાકર્મીઓમાં હડકંપ મચી દયો છે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને ઈમેલ આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઈમેલ બુધવારે બપોરે લગભગ 3 વાગ્યે આવ્યો હતો. આ પછી પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ બિલ્ડિંગને ચેક કરી હતી. જો કે, કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. 

  • 05:15 PM • 22 May 2024
    મોરબીમાં ડૂબ્યા 3 બાળકો

    મોરબીના માળીયાના વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોના દુઃખદ અવસાન થયા છે. ત્રણ બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા. જેમાં એકાએક ડૂબી જતાં ત્રણેયના મોત થયા છે. મેહુલ ભુપતભાઈ મ્હાલીયા (ઉ.વ 10),  શૈલેષ અમરશીભાઈ ચાવડા(ઉ.વ 8)  અને ગોપાલ કાનજીભાઈ ચાવડા(ઉ.વ 12)નું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્રણેયના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

  • 04:46 PM • 22 May 2024
    હાઈકોર્ટમાં ભરતી

    ગુજરાત હાઇકોર્ટમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની મળીને કુલ 260 જગ્યાઓ પર તાજેતરમાં ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ ઓજસ વેબસાઈટ ઉપર અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જુદી-જુદી જગ્યાઓમાં 1318 પોસ્ટ ઉપર નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આમ, ગુજરાતની કોર્ટમાં કુલ 1578 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

  • 03:47 PM • 22 May 2024
    સરકારી કચેરીમાં લગાવાશે સ્માર્ટ મીટર

    Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલા કકળાટ બાદ હવે સરકાર જાગી છે. ગુજરાતમાં ઠેર-ઠેર ફરિયાદો થયા બાદ હવે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ રાજ્યની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતની તમામ સરકારી ઓફિોસોમાં સ્માર્ટ મીટરો લગાવી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

  • 03:00 PM • 22 May 2024
    બોરતળાવમાંથી મળી આવ્યો મૃતદેહ

    ભાવનગર શહેરના બોરતળાવમાંથી આજે ફરી એક શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. લાશ મળી આવી છે. તળાવમાં તરતી હાલતમાં મૃતદેહ જોઈને સ્થાનિકો દ્વારા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી છે. બોરતળાવ સ્થાપનાથ મહાદેવ મંદિર પાસે આવેલ તળાવ નજીક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ગઈકાલે એક દુર્ઘટના બની હતી, જેમાં બોર તળાવમાં ચાર માસુમ બાળકીઓએ ડૂબી જવાથી જીવ ગુમાવ્યો હતો.

  • 12:52 PM • 22 May 2024
    રાજકોટમાં સામૂહિક આપઘાત

    રાજકોટ જિલ્લામાંથી સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પડધરીમાં એક જ પરિવારના ત્રણ લોકોએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. માતા-પિતા અને પુત્રએ રિક્ષામાં બેસીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ કબજે કરી છે. ત્રણેયે આર્થિક તંગી અને બીમારીને કારણે આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 

  • 10:40 AM • 22 May 2024
    ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?

    કાળઝાળ ગરમી વચ્ચે દેશના મોટાભાગના રાજ્યોમાં હવે માત્ર ચોમાસાના વરસાદ (Rain)ની રાહ જોવાઈ રહી છે. ત્યારે એક સારા સમાચાર સામે આવ્યા છે કે આ વખતે ચોમાસું સમય પહેલા આગળ વધી રહ્યું છે. ગુજરાત અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારની સરહદ પર 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થશે તો ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગો 20 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થશે. 

  • 09:45 AM • 22 May 2024
    અમદાવાદમાં જામ્યો ક્રિકેટનો માહોલ

    કિંગ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ IPL-2024ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ત્યારે હવે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આજેની મેચ પર સમગ્ર દેશ સહિત વિદેશના પણ ક્રિકેટરસિકોની નજર છે. કારણ કે આ મેચમાં જે ટીમ હારશે IPL 2024માંથી બહાર થઈ જશે. આજની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આજે એલિમિનેટર મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમ ખાતે પહોંચે તેવી શક્યતાઓ છે. 

  • 09:44 AM • 22 May 2024
    સ્માર્ટ મીટરનો કકળાટ

    વડોદરામાં સ્માર્ટ મીટરમાં ફરી એક વખત લાખોનું બિલ આવતા વિવાદ સર્જાયો છે. વાસ્તવમાં ગોરવાના રિદ્ધિ સિદ્ધિ ફલેટમાં રહેતા ભાડૂતને MGVCL દ્વારા 9.24 લાખનું લાઈટ બિલ આવતા વિવાદ સર્જાયો છે. ભાડૂતનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી તેમના મકાનનું બે મહિનાનું એવરેજ બિલ 1500થી 2000 રૂપિયા આવે છે, જ્યારે આ વખતે 9 લાખથી વધુનું બિલ આવ્યું છે. આપને જણાવી દઈએ કે, 9.24 લાખનું બિલ આવતા પરિવાર હેરાન પરેશાન છે. આ મામલે યોગ્ય કાર્યવાહીની માગ કરી રહ્યો છે.

    ગોરવા વિસ્તારની રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સર્વિસ કરતા મૃત્યુંજય ધરના  મોબાઈલમાં લાઈટ બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં લાઈટ બિલની રકમ જોઈને તેમને પરસેવો છૂટી ગયો હતો. કારણ કે લાઈટ બિલની રકમ 2 કે 5 હજાર નહીં 9,24,254 રૂપિયા હતી. MGVCL દ્વારા 9.24 લાખ રૂપિયા લાઈટ બિલ બાકી હોવાનો મેસેજ મોકલતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

follow whatsapp