Gujarat News 20 March LIVE: વડોદરામાં MP રંજનબેન ભટ્ટનો વિરોધ, EDના સમન્સ વિરુદ્ધ કેજરીવાલ HC પહોંચ્યા

Gujarat News 20 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

20 March breaking News

20 March breaking News

follow google news

Gujarat News 20 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:43 PM • 20 Mar 2024
    આચારસંહિતાની ભંગની 1600 જેટલી ફરિયાદ મળી

    16 તારીખે ચૂંટણીની જાહેરાત થયા બાદ કન્ટ્રોલ રૂમની જિલ્લા અને રાજ્ય સ્તરે શરૂઆત કરાઈ છે. જેમાં ટોલ ફ્રી નંબર પર તેમજ અલગ અલગ માધ્યમથી ફરિયાદ કરી શકાય છે. Ngsp પોર્ટલ પર અત્યાર સુધીમાં 1350 જેટલી ફરિયાદ મળી છે. Cvg માં 200 જેટલી આચારસંહિતાની ફરિયાદ મળી છે. જ્યારે કંટ્રોલ રૂમમાં 20 જેટલી ફરિયાદ મળી છે. ટપાલ અને ઇમેઇલ મારફતે 50 જેટલી ફરિયાદો મળીને કુલ 1600 જેટલી ફરિયાદો મળી છે.

  • 11:12 AM • 20 Mar 2024
    લોકસભા ચૂંટણીની ટિકિટને લઈને કોંગ્રેસમાં કકળાટ

    રાજકોટ-કોંગ્રેસમાં ઉમેદવારને લઇને કોકડું ગુચવાયું. કડવા પાટીદાર ઉમેદવાર પરસોતમ રૂપાલાની સામે કોંગ્રેસ કોને મેદાને ઉતારશે તે મોટો સવાલ. હાલમાં પરેશ ધાનાણી, હિતેષ વોરા અને વિક્રમ સોરાણીના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ જુથ હિતેશ વોરાના સમર્થનમાં છે, તો મહેશ રાજપૂત-હેમાંગ વસાવડા સહિતના જુથ વિક્રમ સોરાણીના વિરોધમાં છે. એક જુથ ઓબીસી-લેઉવા પટેલના બદલે સવર્ણ સમાજને ટિકીટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે. તો લેઉવા પટેલ સમાજમાંથી રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેષ વોરાનું નામ ચર્ચામાં છે. દર વખતની જેમ કોંગ્રેસમાં ટિકીટનો કકળાટ જોવા મળી રહ્યો છે.

  • 09:40 AM • 20 Mar 2024
    કેજરીવાલની EDના સમન્સ સામે HCમાં અરજી

    આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સમન્સને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટ આ મામલે બુધવારે સુનાવણી કરશે. EDએ તાજેતરમાં કેજરીવાલને નવમું સમન્સ જારી કરીને 21 માર્ચે હાજર થવા જણાવ્યું છે.

  • 09:35 AM • 20 Mar 2024
    વડોદરામાં MP રંજનબેનનો વિરોધ

    વડોદરા બેઠકથી ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે. 

follow whatsapp