लाइव
Gujarat News 21 January LIVE: પ્રધાનમંત્રી મોદીએ દેવ ભક્તિ અને દેશ ભક્તિ કરી, રાજકોટમાં બોલ્યા સીએમ ભુપેન્દ્ર પટેલ
Gujarat News 21 January LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 02:34 PM • 21 Jan 2001અફઘાનિસ્તાનમાં પેસેન્જર પ્લેન ક્રેશઅફઘાનિસ્તાનમાં એક મોટી હવાઈ દુર્ઘટના સર્જાઈ છે. અફઘાન મીડિયાના અહેવાલો અનુસાર, એક દુ:ખદ ઘટનામાં વિમાન તેના મૂળ માર્ગથી ભટકી ગયું અને શનિવાર, 20 જાન્યુઆરીની રાત્રે બદખ્શાનના ઝેબક જિલ્લામાં પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું. અત્યાર સુધી, આ વિમાનની ઓળખ અંગે ભારત સરકાર અને અફઘાનિસ્તાન સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
- 12:36 PM • 21 Jan 2001વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ ઉપસ્થિત રહ્યાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખોડલધામના કાર્યક્રમમાં વર્ચુઅલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું, 14 વર્ષે પહેલા લેઉવા પાટીદાર સમાજ એ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. મને વિશ્વાસ છે કે અમરેલીમાં બનવા જઈ રહેલી હોસ્પિટલ સવાનું માધ્યમ બનશે.. સરકારનો પ્રયાસ છે કે કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં ન મુકાય. સરકાર દ્વારા ગામડામમાં દોઢ લાખ જેટલા આરોગ્ય મંદિર સરકારે બનાવ્યા છે. ગુજરાત ભારતનું સૌથી મોટું મેડિકલ હબ બન્યું છે. હવે તો રાજકોટમાં એઈમ્સ પણ છે અને નવી મેડિકલ કોલેજ ગુજરાતમાં ખુલી છે. આદિવાસી અને ગરીબ વિસ્તારોમાં ગુજરાતે સ્વસ્થ સુવિધાઓ આપી છે. લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપો. ફરવા જવું હોય તો આપણા દેશમાં ફરવા માટે જાવ, માલદીવના નામ લીધો વિના પ્રધાનમંત્રીએ કહ્યું તમારા દીકરાઓ દીકરીને ડ્રગ થી દુર રાખો. સસ્તી દવાઓને કારણે દર્દીઓન 30 હજાર કરોડ રૂપિયા બચ્યા છે. સરકાર કેન્સરની દવાના ભાવ ઘટાડવા માટેના પ્રયાસો કર્યા છે. હું જ્યારે તમારી વચ્ચે આવું છું ત્યારે કાંઈક ને કંઈક આગ્રહ રાખું છું. મારા 9 આગ્રહો છે (૧) પાણી બચાવો (૨) ગામ ગામ જઈને ડીઝીટલ પેમેન્ટ માટે સમજાવો (૩) ગામ અને વિસ્તારને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો (૪) લોકલ ફોર વોકલ (૫) જેટલું થાય તેમાં પહેલા આપણા દેશને જુઓ...પર્યટનમાં દેશમાં જ ફરો (૬) પ્રકૃતિ ખેતી (૭) મિલેટને જીવનમાં ઉતારો (૮) યોગ કરો અને જીવનમાં ઉતારો (૯) યુવાનો ડ્રગ્સના નશા થી દુર રાખો.
- 12:10 PM • 21 Jan 2001પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવ ભક્તિ અને દેશ ભક્તિ કરી છે: સીએમ ભુપેન્દ્ર પટેલલેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદીરના 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવ ભક્તિ અને દેશ ભક્તિ કરી છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે.પ્રભુ શ્રી રામના પુનઃ સ્થાપનના નિમિત્ત નરેન્દ્રભાઈ થવા જઈ રહ્યા છે.
- 11:28 AM • 21 Jan 2001સુરતના રસ્તાઓ પર ફરી એકવાર સીટી બસ બેફામ બનીસુરતના રસ્તાઓ પર ફરી એકવાર સીટી બસ બેફામ બની છે. શહેરમાં સીટી બસે વધુ એક મોટા અકસ્માત સર્જ્યો છે. આજે સવારે થયેલા ભયાનક અકસ્માતમાં સીટી બસે એક જ પરિવારના ત્રણ સભ્યોને અડફેટે લીધા હતા, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલમાં આ અકસ્માત મુદ્દે શહેરમાં સચીન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- 03:52 AM • 21 Jan 2024અયોધ્યા લોખંડી બંદોબસ્ત, 3 DIG, 17 IPSએ સંભાળ્યો મોરચોઆવતીકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સમરોહ યોજવાનો છે. એવામાં 8 હજાર મહેમાનો ઉપરાંત, અન્ય ભક્તોની ભીડ ઉમટશે. આવી સ્થિતિમાં અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.યુપી પોલીસની વાત કરીએ તો યુપી પોલીસે અહીં 3 ડીઆઈજી તૈનાત કર્યા છે. એટલું જ નહીં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે 17 IPS, 100 PPS સ્તરના અધિકારીઓ, 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે તેને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પીએસીની 3 બટાલિયન રેડ ઝોનમાં તૈનાત છે, જ્યારે 7 બટાલિયન યલો ઝોનમાં તૈનાત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT