Gujarat News 20 February LIVE: નકલી કાંડ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો, ગૃહમાંથી સસ્પેન્ડ

Gujarat News 20 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

Gujarati Latest Breaking News 20 February

Gujarati Latest Breaking News 20 February

follow google news

Gujarat News 20 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:12 AM • 20 Feb 2024
    લીંબડીમાં SBIનું મશીનથી કાપી તસ્કરો પૈસા ઉઠાવી ગયા

    સુરેન્દ્રનગરના લીંબડીમાં તસ્કરોએ બસ સ્ટેન્ડ રોડ પર આવેલા SBIના ATM ને મશીનરીથી કાપી નાખી અંદર પડેલ નાણાં લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

  • 10:05 AM • 20 Feb 2024
    રાજકોટમાં સીંગતેલના ભાવમાં વધારો

    રાજકોટમાં સીંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂ.નો ભાવ વધારો થયો છે. આ સાથે સીંગતેલના હાલ ડબ્બાના ભાવ 2600રૂ. એ પહોંચ્યા છે. 

  • 10:03 AM • 20 Feb 2024
    રાજકોટ વોર્ડ.15ના કોર્પોરેટને પાછું મળ્યું સભ્યપદ

    રાજકોટના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇને કોર્પોરેટર પદ પાછું મળ્યું છે. હાઇકોર્ટમાં કરવામાં આવેલી સ્પેશિયલ પિટીશન બાદ કોર્ટનો ચુકાદો. પક્ષાંતર ધારા હેઠળ તેમનું પદ રદ થયું હતું.

  • 10:02 AM • 20 Feb 2024
    નકલી કાંડ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો

    છોટા ઉદેપુરમાં નકલી કચેરી, નકલી પોલીસ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો. ધારાસભ્ય ગૃહમાંથી ઊભા થઈને વેલમાંથી ધસી આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યને 1 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

follow whatsapp