लाइव
20 December Live News: તથ્ય પટેલે જામીન અરજી પાછી ખેંચી, જૂનાગઢના પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહિલનું નિધન
20 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 02:21 PM • 20 Dec 2001ઈસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય પટેલે જામીન અરજી પાછી ખેંચીઅમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી લીધી છે. ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી, આ માટે તમામ દલીલો પૂર્ણ થયા બાદ આજે હાઇકોર્ટ ચૂકાદો આપવાની હતી. જોકે ચૂકાદા પહેલા જ જામીન અરજી પરત ખેંચી લેવાઈ છે. તેવામાં તથ્ય પટેલને હજુ પણ જેલમાં જ રહેવું પડશે.
- 01:09 PM • 20 Dec 2001કોંગ્રેસ MLAનો પક્ષ છોડવાની વાત પર ખુલાસોકોંગ્રેસમાંથી રાજીનામું આપવાની અફવાઓ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે, છેલા 6 વર્ષથી હું સ્પષ્ટતા કરું છું કે હું કોંગ્રેસમાં જ છું. કોંગ્રેસે મને ઘણું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીના અમે સૈનિક છીએ. હું કોંગ્રેસ પાર્ટીનો વફાદાર સૈનિક છું. મને બદનામ કરવા આવી અફવાઓ ફેલાવવામાં આવે છે. મને કોઈ ઓફર કરવાનો પ્રયાસ પણ નહીં કરી શકે.
- 01:09 PM • 20 Dec 2001જૂનાગઢના પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહિલનું નિધનજૂનાગઢના પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહિલનું નિધન થયું છે. તેઓ 2018ની JMC ચૂંટણી પછી અઢી વર્ષ સુધી મેયર પદે રહ્યા હતા. તેમના સ્વચ્છ અને સરળ વ્યક્તિત્વને કારણે જ ભાજપે તેમને મેયર બનાવવાના વચન પર ચૂંટણી લડી હતી. મુંબઈની હોસ્પિટલમાં આજે તેમનું નિધન થતાં ભાજપમાં શોકનો માહોલ છે.
- 10:49 AM • 20 Dec 200120 December Live News: મંત્રી કુંવરજી બાવળિયાની કેબિન બહારથી ફોન ચોરાયોરાજ્યમાં સૌથી સુરક્ષિત ગણાતા સ્વર્ણિમ સંકુલમાં બેસતા કેબીનેટ મંત્રી કુવરજી બાવળિયાની ચેમ્બર બહાર લગાવેલા બોક્સમાંથી મોબાઇલની ચોરી થઇ છે. કુડાસણમાં રહેતા વેપારી મંત્રીને મળવા માટે ગયા હતા. તે દરમિયાન મોબાઇલ બહાર મુકવામાં આવતા અજાણ્યો ચોર ચોરી કરી ગયો હતો. જેને લઇને મુલાકાતીએ સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
- 08:37 AM • 20 Dec 200120 December Live News: બનાસકાંઠામાં બાળકીનું અપહરણ કરનારને 6 વર્ષની કેદબનાસકાંઠાના પાલનપુરમાં ભુતેડી ગામની શાળા પાસેથી સરદાર ઉર્ફે મુકેશ ગરાસિયા નામના શખ્સે 7 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. 2018માં બનેલી આ ઘટના પર પાલનપુર પોક્સો કોર્ટના જજ પી.જે તમકુવાલાએ આરોપીને 6 વર્ષની સજા ફટકારી હતી.
- 08:37 AM • 20 Dec 200120 December Live News: પાટણમાં સરકારી ગાડીમાંથી પ્રાઈવેટ GPS મળ્યુંપંચમહાલ, બનાસકાંઠા બાદ પાટણમાં પણ જાસૂસીકાંડ આવ્યો સામે છે. ખાણ-ખનિજની સરકારી ગાડીમાં પ્રાઇવેટ GPS લગાવી જાસૂસીનો પર્દાફાશ થયો છે. પાટણ ખનીજ વિભાગની સરકારી ગાડી રિપેર કરાવવા ગયા ત્યારે ગાડીમાં પ્રાઇવેટ GPS મળી આવ્યું. આ મામલે ખનીજ અધિકારી દ્વારા B ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
- 08:37 AM • 20 Dec 200120 December Live News: Donalt Trump નહીં લડી શકે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીDonald Trump Disqualified In US Presidential Election: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની કોલોરાડો કોર્ટે ટ્રામ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગેરલાયક ઠેરવ્યા છે. આ પછી ટ્રમ્પ ન તો અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકશે અને ન તો મતદાન કરી શકશે.
- 07:17 AM • 20 Dec 200120 December Live News Updates: રાજસ્થાનના CMની કારનો મથુરા જતા અકસ્માતરાજસ્થાનના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભજન લાલ શર્માની કાર ઉત્તર પ્રદેશ બોર્ડર પર પૂંછરી કાલોથા પાસે કાચા ગટરમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે કાર બેકાબુ થઈ ગઈ હતી. જો કે સીએમને કોઇ ઇજા પહોંચી નહોતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભજન લાલ શર્મા બીજી કારમાં બેસીને મથુરાના ગોવર્ધન ગિરિરાજ પહોંચ્યા હતા.
- 07:17 AM • 20 Dec 200120 December Live News Updates: SA સામેની બીજી ODIમાં ભારતની 8 વિકેટથી હારIndia Vs South Africa 2nd ODI: દક્ષિણ આફ્રિકા સામેની બીજી ODIમાં ભારતીય ટીમને 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ મંગળવારે (19 ડિસેમ્બર) સેન્ટ જ્યોર્જ પાર્ક, ગકબેરહા ખાતે રમાઈ હતી. ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 8 વિકેટે જીત મેળવી હતી.
- 07:39 AM • 20 Dec 202320 December Live News Updates: ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રીગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યા છે. આ બંને મહિલા સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ બન્ને મહિલાઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું આવ્યું સામે આવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલા બંન્ને મહિલા સેક્ટર- 6ના રહેવાસી સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી અપાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT