19 December Live News: લોકસભામાં આજે વધુ 41 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધી 141 સાંસદો સસ્પેન્ડ કરાયા

19 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarat-latest-live-news-and-breaking-news-19-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines

gujarat-latest-live-news-and-breaking-news-19-december-2023-political-events-weather-updates-daily-breaking-news-top-headlines

follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 12:59 PM • 19 Dec 2001
    19 December Live News: લોકસભામાંથી વધુ 41 સાંસદો આજે સસ્પેન્ડ થયા
    સંસદની સુરક્ષામાં થયેલી ચૂક અંગે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગ સાથે વિપક્ષનો હંગામો ચાલુ છે. લોકસભામાં અધ્યક્ષનું અપમાન કરનારા અનેક સાંસદોને આજે ફરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, સપા સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના નામ સામેલ છે. આજે 41 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના આઠ સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં 141 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 18 ડિસેમ્બર સુધી કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
  • 11:12 AM • 19 Dec 2001
    જયસુખ પટેલના જામીન હાઈકોર્ટે ફગાવ્યા
    મોરબીમાં ઝુલતા બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કેસમાં આરોપી જયસુખ પટેલના જામીન હાઈકોર્ટે ફગાવી દીધા છે. નિયમિત જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
  • 10:45 AM • 19 Dec 2001
    જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની તમામ અરજી નામંજૂર
    જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની તમામ (5) અરજીઓ નામંજૂર કરી છે જે ટાઇટલ દાવોને પડકારતી હતી.
  • 10:45 AM • 19 Dec 2001
    લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
    કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય સંજય પટેલ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો કેસરીયો ધારણ કરી શકે છે. આજે 11 વાગે વિધાનસભામા સંજય પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે તેવી ચર્ચા છે. ચિરાગ પટેલ અગાઉ ભાજપા યુવા મોરચાના પદ ઉપર પણ રહી ચુક્યા છે. ખંભાતના વાસણા ગામમા તેઓ સરપંચ તરીકે ચૂંટાઈ આવતા હતા. બે વર્ષ પહેલાં જ સંજય પટેલ ભાજપ છોડી કોંગ્રેસમા જોડાયા હતા.
  • 09:08 AM • 19 Dec 2001
    ચૈતર વસાવાના જામીન પર આજે આવશે ચુકાદો
    નર્મદા: આજે ડેડીયાપાડા કોર્ટમાં ચૈતર વસાવાના જમીન પર કોર્ટ ચુકાદો આપશે. ચૈતર વસાવાના 3 દિવસના રીમાન્ડ પુરા થતા હાલ તેઓ રાજપીપળા સબ જેલમાં છે. ત્યારે આજે ચૈતર વસાવાના જામીન મળશે કે જેલમાં જ રહેશે તેના પર કોર્ટ ફેંસલો આપશે.
  • 08:02 AM • 19 Dec 2001
    દુબઈમાં આજે IPLનું મીની ઓક્શન
    IPL 2024 માટે આજે દુબઈમાં મિની ઓક્શન યોજાશે. જેમાં 333 ખેલાડીઓની હરાજી થશે. 10 ટીમોમાં 77 જગ્યાઓ માટે આ હરાજી થશે, જ્યારે તમામ ટીમોના પર્સમાં 292.95 કરોડ રૂપિયા બાકી રહ્યા છે. જેમાં સૌથી વધુ ગુજરાત ટાઈટન્સ પાસે 38.15 કરોડ રૂપિયા છે.
  • 07:05 AM • 19 Dec 2001
    ચીનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, 111ના મોત
    ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સોમવારે રાત્રે 23:59 વાગ્યે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો. આ પહેલા પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં ઓછામાં ઓછા 111 લોકોના મોત થયા છે. જ્યારે 230થી વધુ ઘાયલ થયા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
  • 01:35 AM • 19 Dec 2023
    કોરોનાને લઈ કેન્દ્ર સરકારની એડવાઈઝરી
    કોરોનાના નવા વેરિએન્ટ JN.1થી વિશ્વભરમાં ગભરાટ ફેલાયો છે. સિંગાપોરમાં ઝડપથી વધી રહેલા કોરોનાના આ કેસોની હવે ભારતમાં પણ એન્ટ્રી થઈ છે. ઉત્તર પ્રદેશ અને કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે. કેરળની એક મહિલામાં JN.1 વેરિઅન્ટ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. કર્ણાટકમાં 60થી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત કરાયું.
follow whatsapp